શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ પ્રસંગે ચાલતાં યજ્ઞ દરમિયાન બટુકભોજન સાથે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ભેટ અપાઈ છે. નાની બોરુનાં વતની આણંદ સ્થિત ઉદ્યોગપતિ દાતા દ્વારા ૧૦૮ શાળામાં વિતરણનો સંકલ્પ રહેલો છે.
શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે શ્રાવણ માસ પ્રસંગે ચાલતાં યજ્ઞ દરમિયાન નાની બોરૂનાં વતની આણંદ સ્થિત ઉદ્યોગપતિ દાતા તાજુદીન રાજુભાઈ હાલાણી દ્વારા હબીબ માડીનાં હસ્તે બટુકભોજન સાથે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ઉપરાંત રોકડ દક્ષિણા વિતરણ કરવામાં આવ્યું.
આ દાતા દ્વારા રાજ્યમાં ગામડાઓમાં ૧૦૮ શાળામાં આ સામગ્રી વિતરણનો સંકલ્પ રહેલો છે. આ સાથે શિક્ષકોનું પણ સન્માન અભિવાદન કરવામાં આવે છે.
ઉમરાળા તાલુકાનાં જાળિયા ગામની પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને આ સામગ્રી વિતરણ વેળાએ આચાર્ય પ્રવીણભાઈ મકવાણા સાથે પિયુષભાઈ રેટિયા તથા સપનાબેન મહેતા અને આશ્રમ પરિવાર જોડાયેલ.