Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

ગીર સોમનાથ જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ 3.0 2025 ની અંડર – ૧૪, અંડર -૧૩ તેમજ ઓપન એજ ગ્રૂપ જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા તારીખ ૦૧/૦૨/૨૦૨૫ ની સરખડી મુકામે યોજાય હતી

ગીર સોમનાથ જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ 3.0 2025 ની અંડર – ૧૪, અંડર -૧૩ તેમજ ઓપન એજ ગ્રૂપ જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા તારીખ ૦૧/૦૨/૨૦૨૫ ની સરખડી મુકામે યોજાય હતી

જેમાં જિલ્લાભરમાંથી જુદી જુદી શાળાની બહેનોનીની ૧૪ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સોમનાથ DLSS તેમજ નોન DLSS સોમનાથ એકેડેમીમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. જેમા સોમનાથ એકેડેમીની અંડર-૧૪, અંડર – ૧૩ ની બંને ટીમોએ ગોલ્ડ મેડલ અને ઓપન એજ ગ્રૂપ માં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. અને આગમી સમયમાં રાજ્ય કક્ષા ખાતે રમવા જશે. આ તમામ વિજેતા ખેલાડીઓ ને શાળા પરિવાર વતી સોમનાથ એકેડેમી ના પ્રમુખ કરસનભાઈ સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા સાહેબ, કબડ્ડી રમતના ડિસ્ટ્રિક્ટ કોચ રીટાબેન ચૌધરી, DLSS મેનેજર રણજીતભાઈ દાહિમા સ્પોર્ટસ ડાયરેક્ટર સંજયભાઈ સોલંકી, કેમ્પસ ડાયરેક્ટર કુણાલભાઈ સોલંકી તેમજ અને સોમનાથ શાળા પરિવાર, વતી આ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ અને આવનારા સમયમાં હજુ પણ વધુમાં વધુ સારું પરિણામ રાજ્ય લેવલે તેમજ નેશનલ લેવલે પરિણામ મેળવીને શાળાનું અને જિલ્લાનું નામ રોશન કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.

 

 

 

 

રિપોર્ટર:- મૌલીક ઝણકાટ(ગીર સોમનાથ)

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.