પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડ GIVA અને બોલિવૂડ અભિનેત્રી ક્રિતી સેનનની નવી રક્ષાબંધન જાહેરાતને લઈને દેશભરમાં મોટો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર સનાતનીઓ અને જાગૃત નાગરિકોના વ્યાપક વિરોધ અને બોયકોટના વલણને ધ્યાનમાં રાખીને બ્રાન્ડે આખરે આ જાહેરાતને તમામ પ્લેટફોર્મ પરથી હટાવી લેવાની સત્તાવાર જાહેરાત કરી છે.
વિવાદનું મુખ્ય કારણ : અશોભનીય પહેરવેશ અને પરંપરાઓની મજાક
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રક્ષાબંધન જેવા પવિત્ર હિંદુ તહેવારની જાહેરાતમાં ક્રિતી સેનન બ્રાલેટ અને ક્રોપ-ટોપ જેવાં અત્યંત આધુનિક/અશોભનીય કપડાંમાં જોવા મળી. લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે ભાઈ-બહેનના પવિત્ર સંબંધ અને રક્ષણના તહેવારની જાહેરાતમાં આવા પહેરવેશની શું જરૂરિયાત હતી? હિંદુ પરંપરાઓને ‘લિબરલ’ અને ‘વૉક’ એજન્ડા હેઠળ તોડવા-મરોડવાના પ્રયાસ સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
GIVA removes its Raksha Bandhan ad featuring actress Kriti Sanon.
GIVA — "We have the highest regard and deep respect for Indian culture, traditions and festivals. As a brand, we have always believed in celebrating these joyous moments with the entire family and this time we… pic.twitter.com/eTWv4Ax0uR
— ANI (@ANI) August 26, 2026
બ્રાન્ડ GIVAની સત્તાવાર સ્પષ્ટતા અને એડ પાછી ખેંચવાનો નિર્ણય
સોશિયલ મીડિયા પર બ્રાન્ડના બહિષ્કારનો ટ્રેન્ડ શરૂ થતાં GIVAએ ઇન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા જાહેર કરી હતી. બ્રાન્ડે જણાવ્યું કે, “અમે ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને તહેવારોનું ઊંડું સન્માન કરીએ છીએ. અમારો ઈરાદો સમગ્ર પરિવાર અને પાલતુ પ્રાણીઓને ઉજવણીમાં સામેલ કરવાનો હતો. પરંતુ જો અજાણતામાં સમાજના કોઈ પણ વર્ગની લાગણી દુભાઈ હોય, તો તે અમારો હેતુ નહોતો. લોકોના સન્માન ખાતર અમે આ જાહેરાત તમામ મીડિયા પ્લેટફોર્મ પરથી પાછી ખેંચીએ છીએ.” વધુ વિવાદ ટાળવા બ્રાન્ડે પોતાની આ પોસ્ટનું કમેન્ટ સેક્શન પણ બંધ કરી દીધું હતું.
અભિનેત્રી ક્રિતી સેનનનો બચાવ અને ટ્રોલિંગ પર પ્રતિક્રિયા
બીજી તરફ, પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ક્રિતી સેનને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા મુદ્દાને ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લખ્યું કે, “સંસ્કૃતિ અને પરંપરાઓ હૃદયમાં હોય છે, નેકલાઈનમાં નહીં. તહેવારનું મહત્વ કપડાંથી નથી માપવામાં આવતું.” તેણે આ ગંભીર મુદ્દાને વુમન એમ્પાવરમેન્ટ અને મહિલાઓના પહેરવેશની સ્વતંત્રતા સાથે જોડીને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.

સાંસદ કંગના રણૌતના આકરા પ્રહાર
આ સમગ્ર ઘટના પર ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતે ક્રિતી સેનન અને એડ મેકર્સ સામે આકરા પ્રહારો કર્યા હતા. કંગનાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “આજના સમયમાં મહિલાઓ પાસે કોકટેલ ડ્રેસ, લહેંગા, સાડીથી લઈને તમામ વિકલ્પો છે. તો પછી ભાઈને રાખડી બાંધતી વખતે બિકીની કે ઇનરવેર જેવાં કપડાં પસંદ કરવાની શું જરૂર? આ જાહેરાત જાણી જોઈને વિકૃત અને અયોગ્ય બનાવવામાં આવી હોય તેવું લાગે છે.”

જનતાના સતત આક્રોશ અને હિંદુ સંસ્કૃતિની ગરિમા જાળવવાની માંગ આગળ આખરે કોર્પોરેટ બ્રાન્ડ અને સેલેબ્સને ઝૂકવું પડ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel