Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 23°C

જ્ઞાનવાપી કેસ : મુસ્લિમ પક્ષને રાહત, ASI સર્વે વિરુધ HCએ અરજી સ્વીકારી, કાલે સુનાવણી બાદ નિર્ણય

જ્ઞાનવાપી કેસ : મુસ્લિમ પક્ષને રાહત, ASI સર્વે વિરુધ HCએ અરજી સ્વીકારી, કાલે સુનાવણી બાદ નિર્ણય

અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વે અંગે મુસ્લિમ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. હવે બુધવારે એટલે કે આવતી કાલે હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરશે. આ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો હાજર રહેશે. હાઈકોર્ટ આવતીકાલે જ પોતાનો ચુકાદો આપશે. સુપ્રિમ કોર્ટે ASIના સર્વે પર આવતીકાલ સાંજ સુધી રોક લગાવી છે અને તે પહેલા આ મામલે નિર્ણય આપવા હાઈકોર્ટને આદેશ આપ્યો છે. તે જ સમયે, હાઇકોર્ટે જ્ઞાનવાપી સાથે સંબંધિત અન્ય કેસોની પણ સુનાવણી કરી અને ચુકાદો અનામત કર્યો છે. આ બાબતોનો ચુકાદો 28મીએ સંભળાવવામાં આવશે.

જ્ઞાનવાપી કેસ મામલે શું રહ્યો છે અત્યાર સુધીનો ઘટનાક્રમ

અગાઉ 21 જુલાઈએ હિન્દુ પક્ષની અરજી પર વારાણસીની જિલ્લા ન્યાયાધીશની અદાલતે જ્ઞાનવાપીના ASIને સર્વે કરાવવા અને 4 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ગઈકાલે સવારે જ્ઞાનવાપીનો સર્વે પણ શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી જ્યારે ASI સર્વે પર બે દિવસનો સ્ટે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર મુસ્લિમ પક્ષ સર્વે પર પ્રતિબંધ લગાવવા માટે અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચ્યો છે. હિન્દુ પક્ષે પહેલેથી જ હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે, જેથી મુસ્લિમ પક્ષને કોઈપણ પ્રકારની રાહત આપતા પહેલા હાઈકોર્ટે તેમનો પક્ષ પણ સાંભળશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.