Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવ યોજાયો

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવ યોજાયો

જેમાં સમારંભ અધ્યક્ષ તરીકે રમણભાઈ પ્રજાપતિ, ઉદ્ઘાટક તરીકે ઈસ્માઈલભાઈ દાદુ, સ્મરણિકા વિમોચક તરીકે પંકજભાઈ બુટાલા, અતિથિ વિશેષ તરીકે ડો. બીપીનભાઈ ડી પટેલ ડીન શિક્ષણ શાખા ઉ. ગુ. યુનિ., કનુભાઈ પટેલ પ્રમુખ અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ, મહેન્દ્રભાઈ વિ. શાહ પ્રમુખ શ્રી મ.લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, નીરજ બી શેઠ પ્રમુખ મોડાસા નગરપાલિકા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ શાહ, પ્રવીણભાઈ પટેલ, કન્વીનર શ્રી મયુરભાઈ બુટાલા, જગદીશભાઈ ભાવસાર, સહમંત્રી શ્રી મનીષભાઈ ભાવસાર અને નયનભાઈ કોઠારી, ખજાનચી જયેશભાઈ ગાંધી તેમજ પૂર્વ પ્રમુખશ્રીઓએ મંચ શોભાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શબ્દોથી સ્વાગત પંકજભાઈ બુટાલા એ કર્યું હતું દીપ પ્રાગટ્ય બાદ ઉદ્ઘાટક શ્રી ઈસ્માઈલભાઈ દાદુએ એસોસિયેશનની માહિતી આપી હતી. આ કાર્યક્રમની વિશેષતામાં અવસાન પામેલ પૂર્વ પ્રમુખશ્રીઓના વારસદારોને ફૂલ શાલ અને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મંચસ્થ મહેમાનો એ સમારંભને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. સમારંભમાં પ્રમુખ શ્રી રમણભાઈ મંત્રી શ્રી મુકુંદભાઈ કન્વીનરશ્રીઓ પૂર્વ પ્રમુખશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તથા મંડળી ના વાઇસ ચેરમેન ઈકબાલભાઈ કાંકરોલીયા નું પણ ફૂલ શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી રમણભાઈ પ્રજાપતિએ અધ્યક્ષ તરીકે ઉદબોધન કર્યું હતું. આભાર વિધિ મનીષભાઈ ભાવસારે કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સેક્રેટરી મુકુન્દ શાહે કર્યું હતું. મંડળીના મેનેજર નરેશભાઈ શાહ અને સ્ટાફે પણ કાર્યક્રમની સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

 

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.