રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલોને મોટા સમાચાર આપ્યા છે. વાસ્તવમાં આજે એટલે કે ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોની સારવાર કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીએ પણ લોકસભા ચૂંટણી સમયે જાહેર કરેલા મેનિફેસ્ટોમાં આ વચન આપ્યું હતું. લોકસભાનું સત્ર 24 જૂનથી શરૂ થયું છે. રાષ્ટ્રપતિ મુર્મુએ ગુરુવારે સંસદ ભવનમાં કહ્યું કે, નવી સરકારમાં અમે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્માનનો લાભ આપી રહ્યા છીએ. એટલું જ નહીં સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે. 20 હજાર કરોડ રૂપિયા ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ સાથે અમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવ્યા છે.
#WATCH | President Droupadi Murmu addresses a joint session of both Houses of Parliament, she says "My government is going to take one more decision, all the elderly above 70 years of age will get the benefit of free treatment under the Ayushman Bharat scheme. Due to frequent… pic.twitter.com/Dt14InL2xA
— ANI (@ANI) June 27, 2024
નોંધનિય છે કે, મેનિફેસ્ટો બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, વૃદ્ધોની સૌથી મોટી ચિંતા એ છે કે તેઓ તેમના રોગની સારવાર કેવી રીતે મેળવશે. મધ્યમ વર્ગ માટે આ ચિંતા વધુ ગંભીર છે. ભાજપે હવે સંકલ્પ કર્યો છે કે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને આયુષ્માન ભારત યોજના હેઠળ લાવવામાં આવશે. BJP મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે, અમે વૃદ્ધોને આવરી લેવા અને તેમને મફત અને સારી ગુણવત્તાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે આયુષ્માન ભારત યોજનાનો વિસ્તાર કરીશું.
નાણાકીય વર્ષ 2019 ના બજેટ દરમિયાન તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી. તેમને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પણ કહેવામાં આવે છે, જે હેઠળ હાલમાં 5 લાખ રૂપિયાનું કવર ઉપલબ્ધ છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ ‘માય ભારત’નો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારી વધુ વધારવા માટે સરકારે ‘માય યુથ ઈન્ડિયા- માય ભારત’ અભિયાન શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં 1.5 કરોડથી વધુ યુવાનોએ તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સાથે જ કહ્યું કે સરકાર ડિજિટલ યુનિવર્સિટી બનાવવાની દિશામાં પણ કામ કરી રહી છે.