Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં

ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે કેન્દ્રિય કેબિનેટની બેઠક યોજાઈ. તેમાં ઘણી મોટા યોજનાઓને મંજૂરી આપવામાં આવી. એક તરફ દિવાળીની પહેલાં જ્યાં ખેડૂતોની આવક વધારવા માટે બે મોટી યોજનાઓને મંજૂરી મળી છે, ત્યાં બીજી તરફ રેલવે કર્મચારીઓને પણ બોનસ આપવા પર સહમતી આપી છે. બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની વિગત આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ઉપરાંત ખેડૂતો સાથે સંકળાયેલી ઘણી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ચેન્નઈ મેટ્રો ફેઝ-2ને પણ મંજૂરી આપવામાં આવી છે.

ચેન્નઈ મેટ્રો ફેઝ 2ને પણ મંજૂરી

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ચેન્નઈ મેટ્રો ફેઝ 2ને પણ મંજૂરી આપવામાં આવી છે. તેના પર 63,246 કરોડ રૂપિયા ખર્ચાશે. આ ફેઝ 119 કિલોમીટરનો હશે. તેમાં 120 સ્ટેશનો હશે. તેના નિર્માણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો 50-50 ટકા હિસ્સો હશે. આ સાથે 5 ભાષાઓને ક્લાસિકલ ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. મરાઠી, પાળી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાને ક્લાસિકલ ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તમિલ, સંસ્કૃત, તેલુગુ, કન્નડ, મલયાલમ અને ઓડિયા ભાષાઓને અગાઉથી જ આ દરજ્જો મળ્યો હતો.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.