Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

મુંબઈવાસીઓ માટે ગૂડ ન્યૂઝ; આજથી અંડરગ્રાઉન્ડ મેટ્રો સેવા શરૂ, કેટલા વાગે ઉપડશે ટ્રેન

મુંબઈવાસીઓ માટે ગૂડ ન્યૂઝ; આજથી અંડરગ્રાઉન્ડ મેટ્રો સેવા શરૂ, કેટલા વાગે ઉપડશે ટ્રેન

 મેટ્રો-3નો પ્રથમ તબક્કોસામાન્ય મુસાફરો માટે સોમવાર એટલે કે આજથી શરૂ થશે. મુંબઈમાં પ્રથમ વખત અંડરગ્રાઉન્ડ મેટ્રો  સેવા ઉપલબ્ધ થશે. તે સામાન્ય મુસાફરો માટે સવારે 11 વાગ્યાથી કાર્યરત થશે. ભૂગર્ભની છેલ્લી મેટ્રો સેવા માત્ર સોમવાર માટે બપોરે 22.30 વાગ્યા સુધી રહેશે, જ્યારે મંગળવારથી તે સંપૂર્ણપણે નિયમિત સેવામાં સામેલ થઈ જશે. મેટ્રોની નિયમિત સેવા સોમવારથી શુક્રવાર સુધી સવારે 6.30 થી 22.30 સુધી ચાલશે. જ્યારે દર રવિવારે આ સેવા સવારે 8.30 થી 22.30 સુધી કાર્યરત રહેશે.

જાણો ભાડું અને સમયપત્રક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આરે અને BKC વચ્ચે મેટ્રોના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. 12.5 કિમીના રૂટ પર મેટ્રો સેવા શરૂ થવાથી આરેથી બીકેસી સુધીની મુસાફરી માત્ર 22.30 મિનિટમાં પૂર્ણ કરવી શક્ય બનશે. હાલમાં આ યાત્રા પૂર્ણ કરવામાં એક કલાક જેટલો સમય લાગે છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને 12.5 કિલોમીટરના રૂટ પર 10 સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. સવારે 6.30 થી 10.30 વાગ્યા સુધી મુસાફરો માટે મેટ્રો સેવા ઉપલબ્ધ રહેશે. તે દરરોજ 96 ટ્રિપ્સનું સંચાલન કરશે. આરે અને BKC વચ્ચે મુસાફરોએ 10 થી 50 રૂપિયા ખર્ચવા પડશે.

મેટ્રો આ રૂટ પર દરરોજ 96 ટ્રીપ કરશે

MMRCL અધિકારીઓ અપેક્ષા રાખે છે કે આઠ કોચવાળી દરેક ટ્રેન 2,500 મુસાફરોને લઈ જશે, જ્યારે બે મેટ્રો ટ્રેન વચ્ચે મુસાફરીનો સમય 6.40 મિનિટનો રહેશે. મેટ્રો અધિકારીઓના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં મુસાફરોને QR કોડ સાથે પેપર ટિકિટ આપવામાં આવશે, જ્યારે NCMC કાર્ડ્સ ધીમે ધીમે સક્રિય કરવામાં આવશે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.