Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થે પધારતા તમામ ભક્તો વિના મૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે

યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થે પધારતા તમામ ભક્તો વિના મૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે

ગુજરાતમાં વિરપુર, બગદાણા, સોમનાથ, અંબાજી, સતાધાર, સાળંગપુર વડતાલ સહિતના અનેક મંદિરોમાં ભક્તોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી આપવામાં આવતી હોય છે. ત્યારે ડાકોર મંદિરમાં રણછોડરાયજીના દર્શન કરવા આવતા ભકતો માટે ખુશીના સમાચાર આવ્યા છે જેમાં ડાકોર દર્શનાર્થે આવતા ભકતો નહી રહે ભૂખ્યા. આજથી ડાકોર દર્શનાર્થ પધારતા તમામ ભકતો વિના મૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે.

ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાથી ભકતોએ આ નિર્ણયને આવકાર્યો છે. ભક્તોએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યા છે. હવે ડાકોરમાં ભક્તોને દર્શનની સાથે જ મફત ભોજનનો લાભ મળશે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.