પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સવારે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજ ના જાગૃત નાગરિક તથા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીના માતા પિતા દ્વારા ભચાઉની ગુડ શેફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ( ગામ – આધોઈ, તાલુકો – ભચાઉ. જીલ્લો – કચ્છ)માં રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમ્યાન શાળામાંથી બાઈબલોના પુસ્તકો મોટી સંખ્યામાં મળી આવ્યા હતા.
શાળામા ભણતા બાળકોને શાળાના આચાર્ય ક્રિષ્નાબેન તથા શિક્ષક પન્નુભાઈ દ્વારા બાઇબલ લઈને વિદ્યાર્થીઓને ભણાવે છે એવી માહિતી શાળામાં ભણતાં વિદ્યાર્થીઓના માતા પિતાને જાણ કરવામાં આવી હતી, શાળાના શિક્ષકો હિન્દુ ધર્મને નીચો બતાવી અને ખ્રિસ્તી ધર્મ મહાન છે એવું વારંવાર શીખવાડવામાં આવી રહ્યું હતું. નાનપણથી જ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હિન્દુ ધર્મ વિશે ભડકાવવામાં આવી રહ્યા છે અને એમના ઉપર ખ્રિસ્તી ધ ર્મજ સાચો છે બીજો કોઈ ધર્મ નથી એવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. બાઈબલ જ મુખ્ય ગ્રંથ છે તે સિવાય બીજા બધા ગ્રંથો નકામા છે એવું શીખવાડવામાં આવી રહ્યું છે.
વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ ધર્મને લગતો કોઈ પ્રશ્ર્ન પૂછવામાં આવે છે તો એમને શાળાના શિક્ષકો દ્વારા નાપાસ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી.
આ બધું જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતના ગામડાઓની શાળાઓમાં રીતસરનું ધર્માંતરણનું કામ ચાલી રહ્યું છે, પાછલા કેટલાક સમયથી ગુજરાતના તાપી જિલ્લામાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ વેગ પકડી છે.
આવા શિક્ષકો વિરુદ્ધ જો કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા ભવિષ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલતી જોવા મળશે.