ફ્રાંસની સરકાર દ્વારા અગાઉ મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પર સ્કાફ અને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુક્યો હતો. હવે ફરી સરકારે વિદ્યાર્થીનીઓના યુનિફોર્મમાં બદલાવ કરતા એક મહત્વનો નિર્ણય કર્યો છે. દેશની શાળાઓમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓને યુનિફોર્મમાં અબાયા પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
નવા સત્રની આ નિયમ લાગુ કરવામાં આવશે
ફ્રાંસના શિક્ષણમંત્રી ગૈબ્રિઅલ અતાલે કહ્યું કે, “4 સપ્ટેંબરથી ફ્રાંસમાં નવા સત્રની શરૂઆત થાય છે ત્યારે આખા દેશમાં આ નિયમ લાગુ કરવામાં આવશે. સરકારેના નિર્યણ મુજબ હવે શાળાઓમાં વિદ્યાર્થીનીઓને અબાયા પહેરીને આવવાની મંજુરી મળશે નહિ.કોઈપણ વ્યક્તિને જોઇને કે તેમના પહેરવેશ પરથી એ વ્યક્તિના ધર્મ બાબતે જાણકારી ન માંડવી જોઈએ. અબાયા પૂરી લંબાઈવાળો એક પોશાક છે જેને મુસ્લિમ મહિલાઓ પહેરે છે. અબાયા ચહેરો દેખાય છે જ્યારે બુરખામાં ચહેરો દેખાતો નથી.
અબાયા પર પ્રતિબંધ કેમ મુકવામાં આવ્યો ?
ફ્રાંસની શાળાઓમાં અબાયા પહેરવા બાબતે ઘણા મહિનાઓથી ચાલતી ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓક્ટોબર 2020ની એક ઘટના બાદ આ મુદ્દા પર ચર્ચાની શરૂઆત થઇ હતી. જેમાં વિદ્યાર્થીઓને ટીચરે મહંમદ પૈગંબરના વિવાદીત કાર્ટૂન દેખાડ્યા હતા. જેના કારણે આરોપીને ટીચર પ્રત્યે નફરત થઇ જતા તેનું માથું વાઢી નાખ્યું હતું.
દક્ષિણપંથી અને વામપંથી પાર્ટીના મત
દક્ષિણપંથી પાર્ટીઓએ અબાયા પહેરવા પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. આ બાબતે પાર્ટીઓના નેતાઓના મત મુજબ છેલ્લા ઘણા સમયથી અબાયા પહેરવાવળી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. જેથી તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ. જયારે વામપંથી પાર્ટીના મત મુજબ આ પ્રતિબંધના કારણે મુસ્લિમ મહિલાઓના આ અધિકારનું હનન થયું ગણાશે.
હેડ સ્કાફ અને બુરખા પહેરવા પર પ્રતિબંધ
આ ચર્ચાને ધ્યાને લઈને 2004માં એક નવો કાયદો બનાવીને શાળાઓમાં હેડ સ્કાફ પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2010માં ફાંસ સરકારે જાહેર જગ્યાઓ પર બુરખા પહેરવા પર પ્રતિબંધ લાદ્યો હતો. સરકારના આ નિર્યણ પર મુસ્લિમ સમુદાય નારાઝ થયો હતો.