બાંગ્લાદેશમાં જુલાઈ 2024ના કથિત વિદ્યાર્થી આંદોલનના મુખ્ય સૂત્રધાર અને કટ્ટરપંથી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ દેશભરમાં અસ્થિરતા અને હિંસા વધી ગઈ છે. હવે આ મામલે ઉસ્માન હાદીના ભાઈએ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે સીધો આરોપ કરતા કહ્યું કે ઉસ્માન હાદીની હત્યા કોઈ અજાણ્યા હુમલાખોરોએ નહીં, પરંતુ યુનુસ સરકારના જ એક જૂથે કરાવી છે. તેનો દાવો છે કે સરકાર આ હત્યાનો ઉપયોગ આગામી સામાન્ય ચૂંટણીઓને ખોરવવા અથવા પાછળ ઠેલવા માટે કરી રહી છે.
ઉસ્માન હાદીના ભાઈ અનુસાર, ફેબ્રુઆરી 2026માં યોજાનારી ચૂંટણીને અટકાવવા માટે આ એક પૂર્વયોજિત ષડયંત્ર હતું, કારણ કે ઉસ્માન હાદી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તૈયારીમાં હતો, જે સરકારના કેટલાક વર્ગોને અસ્વીકાર્ય હતું. તેણે આરોપ લગાવ્યો કે ઉસ્માનની હત્યા કરીને દેશમાં અરાજકતા ફેલાવવામાં આવી રહી છે, જેથી સત્તા પર પકડ જાળવી શકાય. તેણે સરકારને ચેતવણી આપતાં કહ્યું કે હત્યામાં સામેલ લોકો સામે તાત્કાલિક ટ્રાયલ ચલાવવી જોઈએ, નહીં તો ચૂંટણીનું વાતાવરણ વધુ બગડશે.
Hadi’s brother holds Yunus government responsible for Hadi's killing. Says it was done to delay the elections. pic.twitter.com/SuoATJ9OGW
— Sidhant Sibal (@sidhant) December 24, 2025
ઉમર હાદીએ વધુમાં કહ્યું કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી કે પ્રગતિ જોવા મળી નથી અને જો ઉસ્માન હાદીને ન્યાય નહીં મળે તો એક દિવસ યુનુસ સરકારને પણ બાંગ્લાદેશ છોડીને ભાગવું પડશે. નોંધનીય છે કે 12 ડિસેમ્બરે ઉસ્માન હાદી પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, બાદમાં યુનુસ સરકાર તેને સારવાર માટે સિંગાપોર લઈ ગઈ હતી, જ્યાં 18 ડિસેમ્બરે તેનું મોત થયું હતું. તેના મોત બાદ બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા, અરાજકતા અને હિંદુ વિરોધી હુમલાઓના અનેક બનાવો સામે આવ્યા છે.
આ ઘટનાને પગલે ચૂંટણી પાછળ ઠેલાય તેવી આશંકાઓ પહેલેથી જ વ્યક્ત થઈ રહી હતી, હવે ઉસ્માન હાદીના ભાઈના આક્ષેપોએ શંકાને વધુ ઘેરી બનાવી દીધી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel