click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની મુલાકાત લીધી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની મુલાકાત લીધી
AhmedabadGujarat

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની મુલાકાત લીધી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ આયોજિત 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ'ની મુલાકાત લીધી.

Last updated: 2025/09/17 at 2:48 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

Contents
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત :-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત :-

* રક્તદાન એ સૌથી મોટું જીવનદાન
* રક્તદાનથી ભાઈચારો પેદા થાય છે અને સૌમાં એકતા પણ જોવા મળે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

* સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવાય છે
* રક્તદાનનો સંકલ્પ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ
* રક્તદાતા સાયલન્ટ ડોનર છે એટલે રક્તદાન કરનારની ક્યારેય તકતી લાગતી નથી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ અવસર અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના ૬૧મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘રક્તદાન અમૃત મહોત્સવ ૨.૦’ થીમ અંતગર્ત આયોજિત વિશ્વના સૌથી મોટા ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી.

આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા તરફથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, મોદીજીએ તેમનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા અને દેશના વિકાસ માટે સમર્પિત કર્યું છે. ગુજરાતની ધરતી પર સમયાંતરે મહાપુરુષો જન્મ્યા છે જેઓએ સમાજ અને દેશના હિત માટે અસાધારણ યોગદાન આપ્યું છે. એવા જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. અનેક દેશોએ તેમને સર્વોચ્ચ સન્માન આપી ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમના દુરંદેશી નેતૃત્વમાં ભારત પ્રગતિના નવા પંથે ઝડપથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રકતદાન શિબિરનું આયોજન ખૂબ જ સહારાનીય છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અનેક યોજનાઓ થકી પ્રગતિના સોપાન સર કરી રહ્યું છે. ૭૫ વર્ષના જીવનમાં વડાપ્રધાનએ અર્જિત કરેલું જ્ઞાન આજે સમગ્ર દેશના લોકોમાં ઉત્સાહનો સંચાર કરી રહ્યું છે અને માનવતાના કલ્યાણ માટેનાં અનેક કાર્યો તેમના નેતૃત્વમાં થઈ રહ્યા છે.

રક્તદાન શિબિર અંગે વાત કરતા રાજ્યપાલ એ કહ્યું કે, આચાર્ય મહાશ્રમણજીની પ્રેરણાથી અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના નેતૃત્વમાં વિશ્વના ૭૫ દેશમાં આ પ્રકારની રક્તદાન શિબિરનું આયોજન થઈ રહ્યું છે એ ખૂબ ગૌરવની વાત છે. રક્તદાન એ સૌથી મોટું જીવનદાન છે. એટલું જ નહીં, રક્તદાનથી ભાઈચારો પેદા થાય છે અને સૌમાં એકતા પણ જોવા મળે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ અવસરે રાજ્યપાલએ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના સૌ સભ્યોને તેમજ વિવિધ સમુદાયના જે લોકો આ અભિયાનમાં જોડાઈને રક્તદાન કરી રહ્યા છે એ સૌને અભિનંદન પણ પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૭૫મો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા સમર્પણના ભાવ જન-જન સુધી ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ આપણા સૌ માટે ગૌરવની વાત છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનના જન્મદિવસની પુર્વ સંધ્યાએ પણ રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. ‘નમો કે નામ રક્તદાન’ પહેલ થકી રાજ્યમાં ૩૭૮ રક્તદાન શિબિરોના માધ્યમથી કર્મચારીઓ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, જેમ રક્ત એ શરીરમાં ચાલકબળ છે, એ જ રીતે આટલી મોટી સંખ્યામાં રક્તદાનનો સંકલ્પ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ તેજ અને નવા ભારત, વિકસિત ભારતનું પ્રેરણાબળ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના શબ્દોનું સ્મરણ કરતાં ઉમેર્યું કે આર્થિક દાન કરનારની તકતી લાગે છે, પણ રક્તદાન કરનારની ક્યારેય તકતી લાગતી નથી એટલા જ માટે રક્તદાનને મહાદાન કહેવામાં આવ્યું છે. રક્તદાન એ માત્ર જીવનદાનનું કાર્ય નથી, પરંતુ કરુણા, પ્રેમ અને સામાજિક જાગૃતિનું પ્રતીક છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સાથે સ્વચ્છ ભારત અને મેદસ્વિતા મુક્ત ભારતનું પણ આહવાન કર્યું છે. ત્યારે સૌ ઉપસ્થિતોને યોગ, પ્રાણાયામ અને કસરત દ્વારા ‘ફિટ ઇન્ડિયા’ની ઝૂંબેશમાં જોડાઈને, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન દ્વારા રક્તદાન કરીને કોઈકના જીવનના દાતા બનવા સૌને અપીલ કરી હતી.

આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત પણ લીધી હતી.

આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના અધ્યક્ષ રમેશ ડાગા, ઉપાધ્યક્ષ પવન માંડોત, તેરાપંથ યુવક પરિષદના અમદાવાદના પ્રમુખ પ્રદીપ બાગરેચા, મંત્રી સાગર સાલેચા તેમજ સંસ્થાના કાર્યકર્તા તેમજ વિવિધ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

EDની રેઈડ દરમ્યાન કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લામાં ભાજપનો પ્રચાર તેજ : નડિયાદમાં ‘વિકાસ-સંકલ્પ’ સભા યોજાઈ

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મામલે નિખિલ ચાવડાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી

નર્મદામાં ‘આપ’ના ગઢમાં ગાબડું : દેવાભાઈ સરપંચના ૨૦ વર્ષ જૂના સાથીદારો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા

સુરત-ગોધરા હવાલા કાંડ : સ્થાનિક ચૂંટણી પહેલાં AAP ફંડિંગ મામલે પોલીસ અને IT વિભાગની મોટી કાર્યવાહી

TAGGED: @india, ahmedabad, Ahmedabad City, ahmedabad collector, Ahmedabad District, Breaking news, Chief Minister Bhupendra Patel, CM Gujarat, Governor Acharya Devvrat, gujarat, mega blood donation camp, Narendra Modi, Narendra Modi Stadium, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, topnews, topnewschannelinindia, અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ, અમદાવાદ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, મેગા બ્લડ ડોનેશન કેમ્પ, રક્તદાન કેમ્પ, રક્તદાન શિબિર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 17, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article SVPI એરપોર્ટ ખાતે ગુજરાતની સ્વતંત્રતા, ઉત્સવ અને ભવ્ય વારસાની ઉજવણી કરતા નવા સ્થાપનોનું અનાવરણ
Next Article નક્સલીઓનો અંત નજીક, શાહની ડેડલાઈન પહેલાં જ શસ્ત્ર સમર્પણની તૈયારી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

EDની રેઈડ દરમ્યાન કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
Gujarat એપ્રિલ 22, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લામાં ભાજપનો પ્રચાર તેજ : નડિયાદમાં ‘વિકાસ-સંકલ્પ’ સભા યોજાઈ
Gujarat Kheda એપ્રિલ 22, 2026
અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મામલે નિખિલ ચાવડાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી
Ahmedabad Gujarat એપ્રિલ 22, 2026
નર્મદામાં ‘આપ’ના ગઢમાં ગાબડું : દેવાભાઈ સરપંચના ૨૦ વર્ષ જૂના સાથીદારો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા
Gujarat Narmada એપ્રિલ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?