કેટલીક ફિલ્મો એવી હોય છે કે ચાહકો તેને સારી કે ખરાબની ચિંતા કર્યા વિના તરત જ જોવા પહોંચી જાય છે, અને ‘અવતાર’ એવી જ એક ફ્રેન્ચાઇઝી છે. 2009માં આવેલી ‘અવતાર’એ સિનેમાની દુનિયામાં ક્રાંતિ સર્જી હતી. ત્યારબાદ 2022માં આવેલી ‘અવતાર: ધ વે ઓફ વોટર’એ પણ દર્શકોને પ્રભાવિત કર્યા. હવે પંડોરાની દુનિયા ત્રીજી વખત ‘અવતાર 3’ સાથે પરત ફરી છે, પરંતુ આ વખતે ફિલ્મ આ સિરીઝની સૌથી નબળી કડી સાબિત થાય છે. તેમ છતાં, ફ્રેન્ચાઇઝીનો જાદુ એવો છે કે ચાહકો આ ફિલ્મ પણ જોવા ચોક્કસ જશે.
‘અવતાર 2’નો અંત ભાવનાત્મક અને દુઃખદ રહ્યો હતો અને ‘અવતાર 3’ની શરૂઆત પણ એ જ ઉદાસી સાથે થાય છે. જેક સુલી અને નેતિરીનો બીજો બાયોલોજિકલ પુત્ર લોઆક પોતાના મોટા ભાઈના મૃત્યુ માટે પોતાને જવાબદાર માને છે. ફિલ્મના પ્રથમ અર્ધમાં લોઆકનો આ આંતરિક સંઘર્ષ કથાનો મુખ્ય આધાર બને છે. તે પોતાના ભાઈ જેવો યુદ્ધવીર બનવા માંગે છે, પરંતુ જેક તેને હજુ તે માટે તૈયાર માનતો નથી. બીજી તરફ, નાવી લોકોની દેવી સમાન કીરી, આઇવા સાથેના પોતાના આધ્યાત્મિક જોડાણને લઈને સંઘર્ષ કરી રહી છે, કારણ કે આઇવા તેની સાથે સંપૂર્ણ રીતે જોડાઈ રહી નથી. જેક અને નેતિરીનો દત્તક પુત્ર સ્પાઈડરનો ટ્રેક પણ અલગ રીતે આગળ વધે છે, જ્યારે કર્નલ ક્વારિચ ફરી એક વખત જેક સુલીને પકડવાના મિશનમાં લાગેલો છે.
GUYS THEY FAKED US OUT, NEW AVATAR FIRE AND ASH TRAILER!! THIS IS NOT A DRILL! pic.twitter.com/J3JP1ourLT
— kara *•`.🫧 (@neytirisgirl) November 18, 2025
કથા ફરી એ જ મૂળભૂત બંધારણ પર આગળ વધે છે. પંડોરાના લોકો પર ફરી એકવાર ખતરો મંડરાઈ રહ્યો છે. એક તરફ માનવીઓ (આકાશવાસીઓ) સતત પાછળ લાગેલા છે અને બીજી તરફ આગ સાથે રમતી નવી અને આક્રમક જાતિ ‘એશ પીપલ’ પણ સામે આવી છે. આ બંને ખતરાઓ વચ્ચેની લડાઈ ફિલ્મનું કેન્દ્રબિંદુ છે, પરંતુ સ્ટોરીમાં નવીનતા અને દમની ઉણપ સ્પષ્ટ દેખાય છે.
ફિલ્મ એક શાનદાર સિનેમેટિક અનુભવ છે. વિઝ્યુઅલ્સ અને VFX અદ્ભુત છે અને પંડોરાની દુનિયા ફરી એકવાર આંખોને મોહી લે છે. દરેક પાત્ર અને દરેક ફ્રેમ સ્ક્રીન પર જાદુ સર્જે છે. જોકે, સ્ટોરી નબળી હોવાથી ફિલ્મ વારંવાર પુનરાવર્તિત લાગે છે. સતત લડાઈના દૃશ્યો અને ખેંચાયેલી ભાવનાત્મક પળો ફિલ્મને થકાવી નાખે છે. 3 કલાક અને 17 મિનિટની લાંબી અવધિ દરમિયાન ઘણીવાર એવું લાગે છે કે ફિલ્મ હવે પૂરી થવી જોઈએ. ઘણા સીન સરળતાથી કાપી શકાય તેમ હતા, પરંતુ ઇમોશન વધારવાના પ્રયાસમાં ફિલ્મને અનાવશ્યક રીતે ખેંચવામાં આવી છે. જો આ ફિલ્મ લગભગ બે કલાકની હોત, તો કદાચ તે એક માસ્ટરપીસ બની શકતી.
afaa / avatar fire and ash spoilers
she was ready to cut that damn thing off to save her man.. real love pic.twitter.com/pr6q9H2u6M
— simón 🐇 1 afaa spoilers (@jeytiripilled) December 18, 2025
અભિનયની વાત કરીએ તો, સેમ વર્ધિંગ્ટને જેક સુલીના પાત્રમાં સારું કામ કર્યું છે. ઝોઇ સલ્ડાનાએ નેતિરી તરીકે ફરી એકવાર અસરકારક અભિનય કર્યો છે. ઊના ચેપલિન નવી વિલન વરાંગ તરીકે ડર અને ખતરની લાગણી ઉભી કરે છે. સિગર્ની વીવરે કીરીના પાત્રને સારી રીતે નિભાવ્યું છે અને અન્ય કલાકારોનું કામ પણ સંતોષજનક છે.
લેખન અને દિગ્દર્શનમાં જેમ્સ કેમેરોન, રિક જાફા, અમાન્ડા સિલ્વર અને શેન સલર્નોની સ્ટોરીમાં ખાસ દમ દેખાતો નથી. તેમ છતાં, જેમ્સ કેમેરોનનું દિગ્દર્શન મજબૂત છે અને ફિલ્મનું ટ્રીટમેન્ટ તથા ટેક્નિકલ પાસું વખાણવા લાયક છે. લાંબી અને ખેંચાયેલી સ્ટોરી ફિલ્મની મજા ઓછી કરે છે, પરંતુ જો તમે ‘અવતાર’ ફ્રેન્ચાઇઝીના ફેન છો, તો આ ફિલ્મ તમને એક વાર જોવા જેવી ચોક્કસ લાગશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel