સંસદના શિયાળુ સત્ર દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે તણાવ, ઉગ્ર ચર્ચાઓ અને વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. અંતે શુક્રવારે બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી. સત્રના સમાપન બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાના કક્ષમાંથી સામે આવેલી એક તસવીરે રાજકીય ગરમાવટ વચ્ચે લોકશાહીની પરિપક્વતા અને સૌજન્યની ઝલક રજૂ કરી.
આ તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વાયનાડથી પ્રથમ વખત ચૂંટાયેલા સાંસદ પ્રિયંકા ગાંધી એકસાથે બેઠેલા ચા પીતા નજરે પડ્યા હતા, જ્યારે રાહુલ ગાંધી આ બેઠકમાં હાજર રહ્યા નહોતા. ખાસ નોંધપાત્ર વાત એ હતી કે ચોમાસું સત્રના અંતે યોજાયેલી ચા પાર્ટીમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપી પરંપરા તોડી હતી, પરંતુ આ વખતે પ્રિયંકા ગાંધીએ એ જ પરંપરા નિભાવતાં બેઠકમાં ભાગ લીધો.
Delhi: Lok Sabha Speaker Om Birla held a meeting with leaders of political parties and Members of Parliament in the Lok Sabha in his chamber at Parliament House following the conclusion of the Winter Session of Parliament. Prime Minister Narendra Modi was also present at the… pic.twitter.com/tgdF3nlMSv
— IANS (@ians_india) December 19, 2025
આ ‘ચાય પે ચર્ચા’માં સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ, NCP (શરદ પવાર જૂથ)ની સુપ્રિયા સુલે અને CPIના ડી. રાજા જેવા અનેક વિપક્ષી નેતાઓ પણ હાજર હતા. બેઠકમાં પ્રિયંકા ગાંધીને રક્ષા મંત્રી રાજનાથ સિંહની બરાબર બાજુમાં બેઠક આપવામાં આવી હતી અને તેમની નજીક જ વડાપ્રધાન મોદી બેઠા હતા, જે રાજકીય વિરોધ વચ્ચે પણ સંવાદ અને સૌજન્યનું પ્રતિક બની ગયું.
ઉલ્લેખનીય છે કે 21 ઑગસ્ટ, 2025ના રોજ ચોમાસું સત્ર બાદ યોજાયેલી ચા પાર્ટીનો વિપક્ષે બહિષ્કાર કર્યો હતો, જેના પર વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની આંતરિક રાજનીતિ પર ટિપ્પણી કરી હતી. આ વચ્ચે, તાજેતરમાં પ્રિયંકા ગાંધી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વચ્ચે લોકસભામાં થયેલી હળવી મજાક અને ત્યારબાદ ગડકરી દ્વારા તેમને પોતાના કાર્યાલયમાં આમંત્રિત કરીને ભોજન કરાવવાની ઘટના પણ ચર્ચામાં રહી હતી. રાજકીય મતભેદો હોવા છતાં આવી ઘટનાઓ સંસદીય લોકશાહીની પરિપક્વતા અને પરસ્પર સન્માનની ભાવનાને દર્શાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel