click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ધોલેરાનાં ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’નાં નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઉઠી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ધોલેરાનાં ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’નાં નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઉઠી
Gujarat

ધોલેરાનાં ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’નાં નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઉઠી

આ પ્રયોગ માટે DSIRDA દ્વારા ગુજરાત વન વિભાગને ફંડ આપવામાં આવ્યુ છે. આ નવતર પ્રયોગને સફળતા મળતા આ વર્ષે વધુ 20 હેક્ટરમાં આ પ્રકારે પ્લાન્ટેશન કરાશે.

Last updated: 2026/06/04 at 10:47 એ એમ (AM)
One India News Team
Share
6 Min Read
SHARE

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય તે માટે ધોલેરાને વિશ્વસ્તરીય ટકાઉ શહેર તરીકે વિકસાવવાની નેમ છે.

Contents
પ્રાયોગિક ધોરણે 3200 રોપાઓ ઉછેર્યા અને સફળતા મળી15થી વધુ પ્રજાતિનાં વૃક્ષો વાવવામાં આવ્યાએક નવી ઇકોસિસ્ટમ ઉભી થઇ, પોલિનેટર્સ આવ્યા અને પક્ષીઓનો કલરવ થયોપ્રોજેક્ટની સફળતા બાદ વધુ 20 હેક્ટરમાં પ્લાન્ટેશન કરાશે

વન વિભાગની મહેનત રંગ લાવી, ખારાપાટ અને સૂકા તથા ઉજ્જ્ઠ પ્રદેશમાં પણ રોપાઓ એક વર્ષમાં 12 ફૂટ જેટલા ઉંચા થઇ ગયા.

બળબળતા ઉનાળાની તીવ્ર ગરમીમાં અમદાવાદ જિલ્લાનાં ધોલેરામાં મુસાફરી કરવી એક કઠિન અનુભવ બને છે. અર્ધ-શુષ્ક આબોહવા ધરાવતા આ વિસ્તારમાં તીવ્ર સૂર્યકિરણો, સખત્ત ખારાશવાળી જમીનમાં ઉભા રહેવુ પણ મુશ્કેલ બને છે. આ કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ ધોલેરાનાં એક્ટિવેશન એરિયાનાં બ્લોક નંબર 29માં વન વિભાગે નવતર પ્રયોગ થકી વિકસાવેલું હરિયાળું વન રણમાં વિરડા જેવું લાગે છે.

દેશમાં સેમિકંડક્ટર હબ તરીકે ઉભરતા ધોલેરાની ખારાશવાળી જમીન પર ગુજરાત વન વિભાગે ‘ડ્રમ પ્લાન્ટેશન’નો એક નવતર પ્રયોગ કર્યો છે.

અમદાવાદ (સામાજિક વનીકરણ) વિભાગ દ્વારા અહીં વિકસાવવામાં આવેલી નવીન “ડ્રમ પ્લાન્ટેશન” પદ્ધતિથી 3,200થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ નવતર પ્રયોગને સફળતા મળી છે. આસપાસ ખારાપાટની વચ્ચે ઉભેલા 3200 વૃક્ષો દરેક જોનાર વ્યક્તિને આશ્ચર્ય પમાડે છે અને રણની વચ્ચે વિરડાનો અનુભવ કરાવે છે.

ઝડપથી વિકસતા ઔદ્યોગિક શહેર ધોલેરામાં હરિયાળો વિસ્તાર વધારવાના હેતુથી આ પ્રોજેક્ટને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (DSIRDA) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

અત્યંત ખારાશ ધરાવતી જમીન અને કઠિન આબોહવામાં, જ્યાં કુદરતી રીતે ઘાંસ પણ ઉગી શકતું નથી, ત્યાં આ પહેલની સફળતા વિશેષ મહત્વ ધરાવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય તે માટે ધોલેરાને વિશ્વસ્તરીય ટકાઉ શહેર તરીકે વિકસાવવાની નેમ છે.

પ્રાયોગિક ધોરણે 3200 રોપાઓ ઉછેર્યા અને સફળતા મળી

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ 2025માં 15 જાતિનાં 3,200થી વધુ રોપાઓ પ્લાસ્ટિકના ડ્રમનો ઉપયોગ કરીને વાવવામાં આવ્યા હતા. આ પ્રયોગનું કારણ એ હતુ કે, રોપાનાં મૂળિયાઓને જમીનની ખારાશથી ઉંચાઇ પર સુરક્ષિત રાખી શકાય. એક વર્ષથી પણ ઓછા સમયમાં ઘણા રોપાઓ 12 ફૂટ સુધી ઊંચા થઈ ગયા છે, જે આ વિસ્તાર માટે નોંધપાત્ર સિદ્ધિ છે.

અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. મીનલ જાનીએ જણાવ્યું કે, “આ ખારાશવાળી જમીનમાં રોપાઓ ઉછેરવા એક પડકાર હતો. જમીનમાં ઇલેક્ટ્રો-કન્ડક્ટિવિટી ખૂબ ઊંચી હતી, જમીનમાં કાર્બનનું પ્રમાણ નહિવત હતુ અને ખારાશ અત્યંત વધુ હતી. આ ઉપરાંત, આ વિસ્તારમાં છ મહિના સુધી પાણી ભરાયેલું રહેવાને કારણે છોડનો વિકાસ લગભગ અશક્ય બની જતો હતો. આ પડકારોનો સામનો કરવા માટે અમે ‘ડ્રમ પ્લાન્ટેશન ટેકનિક અપનાવી. જેમાં રોપાઓને ડ્રમમાં ઊંચાઈ પર વાવવામાં આવ્યા. આ ડ્રમમાં રેતી, પોષક તત્ત્વોથી ભરપૂર માટી, વર્મી કમ્પોસ્ટ, સુકુ ઘાસ અને કોકોપીટને ભરવામાં આવ્યાં.”

ડૉ. મીનલ જાનીએ વધુમાં જણાવ્યું કે, “ડ્રમની બંને બાજુ હવાની અવર-જવર થઇ શકે તે માટે છિદ્રો બનાવવામાં આવ્યા અને તેને જમીનમાં આશરે એક ફૂટ ઊંડે દાટવામાં આવ્યાં. DSIRDA દ્વારા મીઠું પાણી પૂરું પાડવામાં આવ્યું. તમામ રોપાઓ માટે ટપક સિંચાઈ (ડ્રિપ ઇરિગેશન) વ્યવસ્થા કરવામાં આવી. આ તમામ પ્રયાસોને કારણે, આજે લગભગ તમામ વૃક્ષો જીવંત છે અને કેટલાકમાં તો ફળો પણ આવવા લાગ્યા છે, જેના કારણે પરાગસંચય કરનારા જીવજંતુઓ (પોલીનેટર્સ) અને પક્ષીઓ આજે અહીં કલરવ કરી રહ્યા છે.”

15થી વધુ પ્રજાતિનાં વૃક્ષો વાવવામાં આવ્યા

આ વાવેતરમાં પીલુ (Salvadora persica), કેસૂડો (Butea monosperma), શીમળો (Bombax ceiba), પારસ પીપળો (Thespesia populnea), વડ (Ficus benghalensis), પીપળો (Ficus religiosa), પેલ્ટોફોરમ (Peltophorum pterocarpum), દેશી બાવળ (Acacia nilotica), કરંજ (Pongamia pinnata), અર્જુન (Terminalia arjuna), ગોરસ આંબલી (Pithecellobium dulce), લીમડો (Azadirachta indica), ગુંદી (Cordia dichotoma) અને આમલી (Tamarindus indica) સહિતની 15 પ્રજાતિનાં વૃક્ષો વાવવામાં આવ્યા છે.

એક નવી ઇકોસિસ્ટમ ઉભી થઇ, પોલિનેટર્સ આવ્યા અને પક્ષીઓનો કલરવ થયો

ડૉ. મીનલ જાનીએ જણાવ્યું કે, “જ્યાં અગાઉ ઘાસ પણ ઉગી શકતું નહોતું, ત્યાં આજે જમીન નવસાદ્ય બની અને પતંગિયા સહિતનાં જીવજંતુઓ, પક્ષીઓનો કલરવ થવા લાગ્યો. કુદરતી રીતે ઉગતા ઘાસ ફરી વખત ઉગવા માંડ્યા.”

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, વાવેતરમાં ઉપયોગમાં લેવાયેલા પ્લાસ્ટિકનાં ડ્રમને ભવિષ્યમાં દૂર કરીને રિસાયકલ કરવામાં આવશે, જેથી પ્રોજેક્ટ પર્યાવરણની દૃષ્ટિએ સંપૂર્ણપણે ટકાઉ બની રહે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR)ને ટકાઉ ઔદ્યોગિકીકરણ માટે વૈશ્વિક માપદંડ તરીકે વિકસાવવાનું વિઝન ધરાવે છે. તેમના નેતૃત્વમાં ધોલેરા ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી અને અદ્યતન ઉત્પાદન ક્ષેત્રનું અગ્રણી કેન્દ્ર બનવા જઇ રહ્યું છે.

પ્રોજેક્ટની સફળતા બાદ વધુ 20 હેક્ટરમાં પ્લાન્ટેશન કરાશે

પાયલોટ પ્રોજેક્ટની સફળતાથી પ્રોત્સાહિત થઈને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (DSIRDA) આજ પ્રયોગને આગળ વધારવા માટે વધુ 20 હેક્ટર જમીન ફાળવી છે અને આ માટે જરૂરી ફંડ ફાળવ્યું છે. આગામી તબક્કામાં ધોલેરા એક્ટિવેશન વિસ્તારમાં આ જ ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિથી આશરે 50,000થી વધુ રોપાઓ વાવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દેશભરમાં હરિયાળો વિસ્તાર વધારવાના સતત પ્રયાસોમાં પ્રતિબિંબિત થાય છે. જનભાગીદારી, વૃક્ષારોપણ અભિયાનો અને ટકાઉ વિકાસની પહેલો દ્વારા ભારત આવનારી પેઢીઓ માટે વધુ હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરી રહ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન

દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ

24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ

TAGGED: @india, bhupendra patel, Climate Resilient Development, CM Gujarat, Dholera, Dholera Ecosystem, Dholera Green Initiative, Dholera Plantation, Dholera Semiconductor Hub, Dholera SIR, Dholera Smart City, Drum Plantation Project, Green Dholera, Greenfield Smart City India, gujarat, Gujarat Environment Project, Gujarat Forest Department, gujarati news, india news, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Social Forestry Gujarat, Sustainable City Development, topnews, topnewschannelinindia, ખારાશવાળી જમીનમાં વૃક્ષારોપણ, ગુજરાત પર્યાવરણ, ગુજરાત પર્યાવરણ સંરક્ષણ, ગુજરાત વન વિભાગ, ગુજરાત સામાજિક વનીકરણ વિભાગ, ગુજરાત હરિયાળી અભિયાન, ગુજરાતમાં ટકાઉ વિકાસ, ટકાઉ વિકાસ, ડ્રમ પ્લાન્ટેશન, ધોલેરા SIR, ધોલેરા SIR ગ્રીન પ્રોજેક્ટ, ધોલેરા ઇકોસિસ્ટમ, ધોલેરા ઇકોસિસ્ટમ વિકાસ, ધોલેરા ગ્રીન પ્રોજેક્ટ, ધોલેરા ગ્રીનફિલ્ડ સિટી, ધોલેરા ડ્રમ પ્લાન્ટેશન પ્રોજેક્ટ, ધોલેરા વિકાસ, ધોલેરા વૃક્ષારોપણ, ધોલેરા સેમિકન્ડક્ટર હબ, ધોલેરા સ્માર્ટ સિટી, ધોલેરામાં 3200 વૃક્ષોનું વાવેતર, ભારત, ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સામાજિક વનીકરણ વિભાગ, સેમિકન્ડક્ટર હબ ધોલેરા, હરિયાળી અભિયાન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 4, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સુરતની મુલાકાતે : દક્ષિણ ગુજરાતને રૂ. 12,421 કરોડના વિકાસકાર્યોની ભેટ
Next Article 2030 સુધી ગુજરાતના 168 શહેરો બનશે ‘વાયર-ફ્રી’, ₹500 કરોડના ખર્ચે વીજ લાઈનો થશે ભૂગર્ભ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન
Gujarat જુલાઇ 6, 2026
દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર
Gujarat જુલાઇ 6, 2026
પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ
Bhavnagar Gujarat જુલાઇ 6, 2026
24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી
Gujarat જુલાઇ 6, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?