ખેડા જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા સેન્ટર ઓફ એકસેલન્સ, મહમંદપુરા તા. કપડવંજ ખાતે “ગ્રો મોર ફ્રુટ ક્રોપ” ઝુંબેશ અંતર્ગત ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કપડવંજ તાલુકાના ૮૦ જેટલા ખેડૂત તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ તાલીમમાં ખેડૂતોને ફળ પાકોના વાવેતર કરવાથી થતાં વિવિધ લાભો વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ આઈ ખેડૂત પોર્ટલ ફળ પાકોના વાવેતરનાં વિવિધ ઘટકોનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ નાયબ બાગાયત નિયામક, નડીયાદ ડો. સ્મિતા પિલ્લાઇ દ્વારા પ્રાકૃતિક ખેતીથી ફળ પાકોનું વાવેતરના ફાયદા વિશે માહિતી આપી વામાં આવી હતી. ખેડૂતોએ પોતાના ખેતીના અનુભવો વિશે વાત કરી હતી.
આ તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક જૈમિન પટેલ, મદદનીશ બાગાયત નિયામક હિતેશ સવાણી, બાગાયત અધિકારી હરેશ ચોધરી, આત્મા પ્રોજેક્ટના બીટીએમ કિરણસિંહ ઝાલા, બાગાયત નિરીક્ષક કમલેશ પટેલ તથા પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂતોએ હાજરી આપી હતી.