હાલમાં જાપાનના આધુનિક થરોમાં વૉશરૂમ અને જાહેર શૌચાલયમાં ઝરણાંનો કર્ણપ્રિય અવાજ, પક્ષીઓનો કલરવ જેવા અવાજો સંભળાય છે. આ ટ્રેન્ડ ઝડપી રીતે વધી રહ્યો છે. વાસ્તવમાં જાપાનમાં અવાજ છૂપાવતી ડિવાઈઝ પણ સામાન્ય છે. તેનો હેતુ શૌચાલયમાં આવતા અવાજને છૂપાવવાનો છે. સૌથી લોકપ્રિય ડિવાઇઝ ‘ઓટોહિમે’ એટલે કે ‘સાઉન્ડ પ્રિંસેસ’ છે. જેને ટોટો કંપનીએ બનાવ્યું છે.
આ ડિવાઇઝ અન્ય જાપાની ઈનોવેશન જેમ કે ગરમ સીટ અને ડિઓડરાઇઝિંગ સિસ્ટમની માફક વ્યાપક જાપાની સાંસ્કૃતિક મૂલ્યનું ટેકનિકલ સમાધાન છે. જાપાનમાં જાહેર શૌચાલયને લઇને ખૂબ જ જાગૃતિ છે. જાપાની સંસ્કૃતિમાં મહેમાનો પ્રત્યે આદરનો ભાવ રહે છે. આ પ્રકારની સુવિધાઓથી ખબર પડે છે કે યજમાને દરેક નાની નાની વિગતો પર ધ્યાન આપ્યું છે જેથી મહેમાનોને સંપૂર્ણપર્ણ આરામ અનુભવાય.
ખ્યાત ઓસ્ટ્રેલિયન કલાકાર ડોના બર્કે જાપાનના પ્રવાસ દરમિયાન સાઉન્ડ પ્રિન્સેસનો અનુભવ કર્યો. તેમને એટલું પસંદ આવ્યું કે તેમણે પોતાનું ડિવાઈઝ રોયલ ફ્લશ ઇનોવેટ કર્યું. તે દિવાલ પર લાગતું સાધન છે, જે હાથ હલાવવા પર જંગલમાં વહેતા ઝરણાં અને ચકલીઓનો અવાજ કાઢે છે. તેઓ તેનું ઓનલાઇન વેચાણ કરે છે. ખાસ કરીને એરબીએનબી અને શેરહાઉસ માટે. પ્રીમિયમ વર્ઝન લાવી રહ્યા છે, જેમાં બીથોવન અને વિલિયમ ટેલ ઓવર્ચર જેવી ધૂન હશે.
લિક્સિલ કંપનીએ 2018માં મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ કંપની રોલેન્ડની સાથે મળીને સાઉન્ડ ડેકોરેટર લૉન્ચ કર્યું હતું. આ ડિવાઇઝ મોશન સેન્સરથી એક્વિવેટ થાય છે અને ટૉયલેટના અવાજ અનુસાર સાઉન્ડ ફ્રિકવન્સીને અનુકૂલિત કરે છે. રોલેન્ડના સૉફ્ટવેર મેનેજર અનુસાર આ કોકટેલ પાર્ટી ઇફેક્ટ જેમ કામ કરે છે, એટલે કે એક અવાજ પર ફોક્સ કરીને બાકીને દબાવે છે. જાપાનના શોકિયા પ્રોગ્રામર અકીફુમી કિનોશિતાએ ભંગારમાંથી સાઉન્ડ શોગુન ડિવાઇઝ બનાવી છે. આ સમુરાઇ ટીવી શોનું થીમ મ્યૂઝિક વગાડે છે. કિનોશિતા માને છે કે વોશરૂમ એકલા સમય વિતાવવાની જગ્યા છે. એટલે જ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક અથવા અન્ય અવાજ ત્યાં એકાંતનો અનુભવ આપે છે.
ડોના જણાવે છે કે આ ડિવાઇઝ જાપાનીઓના એ ગુણને દેખાડે છે કે જાહેર સ્થળોને પણ સ્વાગત યોગ્ય, સ્વચ્છ અને તમામ માટે સહજ હોવું જોઇએ, પછી ભલે તે થોડા સમય માટે હોય. રિયલ એસ્ટેટ એક્સપર્ટ અનુસાર જાપાનની આ ટેક્નોલોજી વૈશ્વિક સ્તર પર ગોપનીયતા અને શિષ્ટાચારનો નવો માનક બની શકે છે.
સમગ્ર જાપાનમાં ફરીને પરફેક્ટ સાઉન્ડ શોધ્યો
ટોટો કંપનીના એન્જિનિયર માત્સુયામાએ પૂરા જાપાનમાં ફરીને પરફેક્ટ સાઉન્ડની તપાસ કરી છે. તેમણે સમુદ્ર, ઝરણાં, ગુફાઓ તેમજ નદીઓના અવાજને રેકોર્ડ કર્યો હતો. અંતે ક્યૂશુ ટાપુ પર એક ઝરણાંનો અવાજ સૌથી સારો લાગ્યો હતો. તેમાં તેમણે બુલબુલનો કલરવ પણ મિલાવ્યો. આ સાઉન્ડ હવે ઓટોહિમે ડિવાઇઝમાં ઉપયોગ થાય છે. કંપનીએ આ ઝરણાંના વિસ્તારને ગુપ્ત રાખ્યો છે. જેથી યુઝરની કલ્પના જણવાઈ રહે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel