રાજયમાં હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યભરમાં આ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. જેમાં દાહોદ જિલલામાં પણ અંદાજિત 97 ટકા કામગીરી પુર્ણ થઇ ગઇ છે. હવે બાકીની કામગીરી પુર્ણ કરવા મથામણ ચાલી રહી છે. ત્યારે દાહોદ જિલ્લામાં એક મોટો સામાજિક અને ધાર્મિક અવરોધ ઊભો થયો છે. જિલ્લાના આદિવાસી સમુદાયમાં પ્રચલિત સતીપતી પંથમાં માનતા 500થી વધુ પરિવારોએ SIRનું ફોર્મ ભરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જેના કારણે જિલ્લાની કામગીરી પૂર્ણ થવા છતાં અટકી પડી છે. છે. દાહોદ જિલ્લામાં આ પંથમાં માનતા 500થી વધુ પરિવારો વસવાટ કરે છે.
આ પંથના અનુયાયીઓ ભારતના વર્તમાન બંધારણ, કાયદાઓ અને સરકારને સ્વીકારતા નથી. તેઓ પોતાની જાતને એ.સી. ભારત કુટુંબના સભ્યો માને છે. ‘AC’નો અર્થ સામાન્ય રીતે આદિવાસી કિંગડમ તરીકે થાય છે. આ માન્યતા હેઠળ તેઓ ભારતીય પ્રજાસત્તાકના કાયદેસર દસ્તાવેજો અથવા પ્રક્રિયાઓનો ભાગ બનવાનું ટાળે છે. આ પંથના અનુયાયીઓ તેને ભારત સરકારનું સાર્વભૌમત્વ સ્વીકારવા સમાન ગણીને સહકાર આપવાનો ઈનકાર કરી રહ્યા છે. તેઓ સરકાર દ્વારા આપવામાં આવતી કોઈ પણ સુવિધા પણ સ્વીકારતા નથી. એટલે કે વીજળી-પાણી પણ કુદરતી સ્રોતથી જ મેળવે છે. અનાજ પણ જાતે પકવે છે. અને તેઓ કુદરતી સંપતીને જ તેઓ પોતાની ગણે છે અને કેન્દ્ર સરકારના અંડરમાં આવતા નથી.
અમે આધાર કાર્ડ અને રાશન કાર્ડ બનાવ્યા હતા પરંતુ એસી ભારત કુટુંબ પરિવારમાં માનતા થતાં બધા પરિવારોએ આધારા કાર્ડ અને રાશન કાર્ડ પણ કલેક્ટર કચેરીમાં જમા કરાવી દીધા છે. અમે આદિમ જાતિ આદિવાસીમાં આવીવે છીવે. કેન્દ્ર સરકારના અંડરમાં આવતા નથી.
SIRએ AC ભારત કુટુંબ પરિવારો માટે નથી
દાહોદ જિલ્લામાં 500થી વધુ પરિવાર AC ભારત કુટુંબમાં માને છે. SIR એ કેન્દ્ર સરકારની પ્રક્રિયા છે. તે AC ભારત કુટુંબ પરિવારો માટે લાગુ પડતી નથી. એટલે અમે આ ફોર્મ નથી ભરતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel