શહેરના પોશ વિસ્તારમાં આવેલી એક હોટલમાં શરમજનક ઘટના પ્રકાશમાં આવતા વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું. મળતી માહિતી મુજબ, એક મહિલા પોતાના દસ વર્ષના સ્પેશિયલ ચાઈલ્ડને સાથે રાખીને હોટલના રૂમમાં પોતાના ઓળખીતા યુવક સાથે હતી. આ અંગેની માહિતી કેટલાક સ્થાનિક યુવાનો સુધી પહોંચતાં તેઓ સીધા હોટલમાં પહોંચ્યા હતા. હોટલના રજીસ્ટર અને જરૂરી વિગતો ચકાસ્યા બાદ તેમણે હોટલ સ્ટાફને રૂમનો દરવાજો ખુલ્લો કરવાની વિનંતી કરી.
દરવાજો ખુલતાં, મહિલાનો દસ વર્ષનો સ્પેશિયલ ચાઈલ્ડ એક બાજુ સોફા પર બેઠેલો જોવા મળ્યો હતો, જ્યારે મહિલા અને યુવક નાજુક હાલતમાં બેડ પર હોવાનું જણાયું હતું. આ દૃશ્ય થોડા જ સમયમાં વિસ્તારમાં ફેલાતા લોકો મોટી સંખ્યામાં હોટલની બહાર એકત્રિત થઈ ગયા હતા. રોષે ભરાયેલા કેટલાક લોકોએ યુવક સાથે ધકાકુમારી કરી સબક શીખવાડવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની ગંભીરતા જોતા તરતજ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ભીડને શાંત કરવાની સાથે મહિલા અને યુવકને યોગ્ય વસ્ત્રો પહેરી બહાર આવવા સૂચના આપી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે મહિલા એએમટીએસ બસમાં મુસાફરી કરતી વખતે તે ડ્રાઈવર તરીકે કામ કરતા આ યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે નજીકીઓ વધતા તેઓ હોટલમાં મળવા આવ્યા હતા.
આ મામલે ન તો મહિલાએ અને ન તો યુવકે કોઈ પ્રકારની ફરિયાદ નોંધાવવા ઇચ્છા દર્શાવી. પરિણામે પોલીસે બંને પક્ષોને સમજાવી પોતપોતાના ઘરે જવા દીધા અને ભીડને પણ સ્થળ પરથી હટાવી હતી.
સ્થાનિક લોકોમાં રોષ હતો કે હોટલ સંચાલકોએ વિસ્તારમાં લાગુ સૂચનાઓ હોવા છતાં આવા લોકોને રૂમ ફાળવ્યો હતો. આ મુદ્દે હોટલની કામગીરી અંગે લોકો દ્વારા પ્રશ્નો ઊઠાવવામાં આવ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel