રથયાત્રા પહેલાં રાજ્યમાં કોઈ પણ ઘટના ન બને તે માટે તમામ સુરક્ષા એજન્સી સતર્ક બની છે. જેમાં ગુજરાત ATS ને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. અન્ય કેટલાક લોકો પણ ગુજરાત ATSની કસ્ટડીમાં છે.
બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા. વિદેશમાંથી આતંકવાદી ભંડોળ એકત્ર કરવાના પુરાવા પણ મળ્યા છે. આ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
ATS તરફથી માહિતી આપવામાં આવી છેકે, વિદેશથી આવતા આતંકી ફંડના પુરાવા મળ્યા છે. જેના માટે બે દિવસ પહેલા બાતમી મળી હતી. 4 બાંગ્લાદેશી નાગરિક અમદાવાદમાં રહે છે. જેમની પાસેથી બનાવટી દસ્તાવેજ મળ્યા છે. એટલું જ નહીં લોકોને સંસ્થા સાથે જોડી રુયિપા ઉઘરાવે છે. જે પૈસા ઉઘરાવી બાંગ્લાદેશ મોકલે છે. આ લોકોને VPN, ડાર્કવેબ અને ઈનસ્ક્રિપટેડ એપ્લિકેશન વાપરતા શીખવાડ્યું છે. એટલું જ નહીં અમદાવાદના ઘણા લોકો પોતાની સંસ્થા સાથે જોડતા હતા.
ગુજરાત ATS તરફથી એમ પણ કહેવામાં આવ્યું કે, હથિયારની તાલીમ આપી હતી. અબ્દુલ લતીફ તાજેતરમાં જોડાયો હતો, તેના ઘરેથી બનાવટી દસ્તાવેજ મળ્યા છે. અલકાયદા સંગઠનનું સાહિત્ય મળ્યું છે. 4 વિરુદ્ધ એટીએસમાં ગુનો નોંધાયો છે, અનલોફુલ એક્ટિવિટી ઓફ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. યુપી અને મહારાષ્ટ્રના લોકોનો સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત સોજીબમિયા, મુન્નાખાન, આકાશખાન આરોપી છે. તેમજ અઝારૂલ અંસારી અને અબ્દુલ લતીફ આરોપી છે.
નોંધનીય છેકે, બે દિવસ પહેલા ગુજરાતમાં આતંકી હુમલાનાIBના એલર્ટ બાદ ATSએ મોટી કાર્યવાહી કરી હતી. જેમાં નારોલમાંથી 3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરી હતી. આ ત્રણેય યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતુ. આ ત્રણેય શકમંદોના પાકિસ્તાન સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે તેમની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે.
સમગ્ર તપાસ દરમિયાન અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ થયો છે. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના શખ્સો સાથે મળીને આ ષડયંત્ર રચવામાં આવતુ હોવાનું ખુલ્યુ છે. વિદેશથી ભંડોળ મેળવીને આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે.
રવિવારે જ ત્રણેય બાંગ્લાદેશી યુવકો ક્યા હેતુથી ગુજરાત આવ્યા અને કેવી રીતે ગુજરાત પહોંચ્યા તેને લઇને પોલીસે તપાસ હાથ ધરી હતી. કોઇને પોતાની જાળમાં ફસાવવામાં આવ્યા છે અને કઇ કઇ જગ્યાએ તેમણે આ પ્રકારની કામગીરી કરી છે તે અંગેની વધુ પૂછપરછ હાથ ધરી છે.