ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામોને લઈને મોટી અપડેટ સામે આવી છે. મળતી માહિતી મુજબ આગામી સપ્તાહમાં ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એકસાથે જાહેર થવાની શક્યતા છે. સાથે જ GUJCETનું પરિણામ પણ ધો.12 સાયન્સ સાથે જ જાહેર થશે.
ક્યારે જાહેર થશે પરિણામ?
- સોમવાર: ધો.12 (સાયન્સ + સામાન્ય પ્રવાહ) + GUJCET પરિણામ
- બુધવાર: ધો.10નું પરિણામ જાહેર થવાની શક્યતા
ગુજરાત બોર્ડ દ્વારા એક-બે દિવસમાં સત્તાવાર તારીખોની જાહેરાત કરવામાં આવશે.
15 લાખથી વધુ વિદ્યાર્થીઓની રાહ પૂરી થશે
આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષામાં કુલ અંદાજે 15,27,724 વિદ્યાર્થીઓ નોંધાયા હતા:
- ધો.10: 9,07,175 વિદ્યાર્થી
- ધો.12 સામાન્ય પ્રવાહ: 5,01,286 વિદ્યાર્થી
- ધો.12 સાયન્સ: આશરે 1.19 લાખ વિદ્યાર્થી
લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા છે, જે હવે પૂર્ણ થવાની છે.
પરીક્ષા અને મૂલ્યાંકન પ્રક્રિયા
- પરીક્ષા શરૂ: 26 ફેબ્રુઆરી 2026
- પરીક્ષા પૂર્ણ: 18 માર્ચ 2026
- પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ મૂલ્યાંકન કામગીરી શરૂ
બોર્ડ દ્વારા સમયસર પરિણામ જાહેર કરવા માટે ઝડપી મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ વર્ષે ખાસ શું?
- ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક જ દિવસે
- GUJCET પરિણામ પણ સાથે જાહેર થશે
- સેન્ટ્રલ બોર્ડ અને ICSE કરતાં થોડું મોડું પરિણામ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel