click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત બજેટ 2026-27 : ₹4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર, આવાસ, GIDC, પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો ફોકસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત બજેટ 2026-27 : ₹4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર, આવાસ, GIDC, પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો ફોકસ
Gujarat

ગુજરાત બજેટ 2026-27 : ₹4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર, આવાસ, GIDC, પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો ફોકસ

નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યનું ભાવિ નક્કી કરતું નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે.

Last updated: 2026/02/18 at 2:49 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્યનું વિક્રમી ₹4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું. સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને તેમણે નવો રેકોર્ડ બનાવ્યો છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસને ધ્યાનમાં રાખીને પાંચ મુખ્ય સ્તંભ — સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક પ્રવૃત્તિઓ અને ગ્રીન ગ્રોથ પર આધારિત બજેટ રજૂ થયું છે.

Contents
જાહેર પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો ફોકસગ્રીન ગ્રોથ અને પર્યાવરણ માટે ખાસ પગલાંસુરક્ષા અને પોલીસ ટેક્નોલોજી અપગ્રેડપાણી, શહેરી વિકાસ અને ડિજિટલ ગવર્નન્સપ્રવાસનને પ્રોત્સાહન: 2026 ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ઉદ્યોગ અને રોજગાર માટે મોટી જાહેરાતોકૃષિ, પશુપાલન અને માછીમારી ક્ષેત્રમહિલા સશક્તિકરણ અને સામાજિક કલ્યાણશિક્ષણ અને યુવા વિકાસઆવાસ યોજના અને GYAN ફોકસ

જાહેર પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો ફોકસ

જાહેર પરિવહન સુવિધા મજબૂત બનાવવા 2463 નવી બસો મૂકવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 500 AC ઈલેક્ટ્રિક બસો અને 500 મીની બસોનો સમાવેશ થાય છે. આ માટે ₹1286 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’ માટે ₹800 કરોડ તથા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે ₹5600 કરોડ ફાળવાયા છે.

ગુજરાત સરકારના નાણાકીય વર્ષ 2026-27 માટેના અંદાજપત્રની ગુજરાત વિધાનસભા ખાતે પ્રસ્તુતિ.#ViksitGujaratBudgethttps://t.co/DHfBfnkAi3

— Bhupendra Patel (@Bhupendrapbjp) February 18, 2026

ગ્રીન ગ્રોથ અને પર્યાવરણ માટે ખાસ પગલાં

કચ્છ અને અન્ય વિસ્તારોમાં ગાંડા બાવળ દૂર કરીને સ્થાનિક વૃક્ષોનું વાવેતર, બન્ની ઘાસલૅન્ડ રિસ્ટોરેશન માટે ₹97 કરોડ તથા અરવલ્લી ગ્રીન બેલ્ટ માટે ₹32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યને ડમ્પ-ફ્રી બનાવવા વૈજ્ઞાનિક રીતે કચરાનું સંચાલન કરવાની યોજના આગળ વધારાશે.

સુરક્ષા અને પોલીસ ટેક્નોલોજી અપગ્રેડ

ડાયલ-112 જનરક્ષક પ્રોજેક્ટ દ્વારા ઇમરજન્સી પ્રતિસાદ સુધારાશે. ગુજરાત પોલીસ માટે Data Fusion Centre અને AI in Policing માટે Centre of Excellence સ્થાપવામાં આવશે. પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં 20,444 રહેણાક મકાનો બનાવવાની યોજના છે.

પાણી, શહેરી વિકાસ અને ડિજિટલ ગવર્નન્સ

“જીવન ધારા” મિશન હેઠળ શહેરી પાણી પુરવઠા માટે ₹100 કરોડ ફાળવાયા છે. Gujarat Unified Digital Stack દ્વારા નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સેવાઓ મળશે. ‘ગુજરાત વાયર-ફ્રી સિટી મિશન’ હેઠળ ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તિત કરાશે.

પ્રવાસનને પ્રોત્સાહન: 2026 ‘ગુજરાત પ્રવાસન વર્ષ’

પ્રવાસન વિકાસ માટે વર્ષ 2026ને “ગુજરાત પ્રવાસન વર્ષ” જાહેર કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ₹236 કરોડ, અંબાજી કોરિડોર માસ્ટરપ્લાન માટે ₹300 કરોડ અને લોથલ ખાતે નેશનલ મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ સહિતના પ્રોજેક્ટ માટે ₹95 કરોડ ફાળવાયા છે. સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનો પ્લાન જાહેર થયો.

ઉદ્યોગ અને રોજગાર માટે મોટી જાહેરાતો

પાંચ નવી GIDC સ્થાપવાની જાહેરાત સાથે 25 GIDCને સ્માર્ટ બનાવવા યોજના છે. MSME માટે ₹1775 કરોડ, ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ₹2755 કરોડ તથા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. ધોલેરા સેમિકોન હબ અને લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹610 કરોડ ફાળવાયા છે.

કૃષિ, પશુપાલન અને માછીમારી ક્ષેત્ર

કિસાન ક્રેડિટ કાર્ડ વ્યાજ સહાય માટે ₹1539 કરોડ, કૃષિ મિકેનાઇઝેશન માટે ₹1565 કરોડ અને ગૌમાતા સંવર્ધન માટે ₹500 કરોડ ફાળવાયા છે. માછીમારી ક્ષેત્રના વિકાસ માટે ₹1340 કરોડની જોગવાઈ છે.

મહિલા સશક્તિકરણ અને સામાજિક કલ્યાણ

‘લખપતિ દીદી’ અભિયાન માટે ₹47 કરોડ, નમો લક્ષ્મી યોજના માટે ₹1250 કરોડ અને ગંગા સ્વરૂપા યોજના માટે ₹2848 કરોડ ફાળવાયા છે. પૂરક પોષણ યોજના માટે ₹972 કરોડ અને આંગણવાડી નિર્માણ માટે ₹360 કરોડની જોગવાઈ છે.

શિક્ષણ અને યુવા વિકાસ

નવી 926 PM શ્રી શાળાઓ શરૂ થશે. નમો સેન્ટ્રલ લાઇબ્રેરી માટે ₹100 કરોડ અને LD કોલેજ રિસર્ચ પાર્ક માટે ₹51 કરોડ ફાળવાયા છે. સ્કિલ ડેવલપમેન્ટ માટે નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે ₹226 કરોડ ફાળવાયા છે.

આવાસ યોજના અને GYAN ફોકસ

“ઘર સૌના માટે” અભિયાન હેઠળ 3.15 લાખ આવાસ બનાવવા ₹4272 કરોડ ફાળવાયા છે. બજેટમાં GYAN — ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

You Might Also Like

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

TAGGED: @india, Breaking news, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, Economic Activities and Green Growth, GIDC announcement Gujarat, gujarat, Gujarat Budget 2026, Gujarat Budget 2026-27, Gujarat budget highlights, Gujarat budget news, Gujarat development budget news, Gujarat housing scheme budget, Gujarat infrastructure projects, Gujarat tourism year 2026, gujarati news, Human Resource Development, infrastructure, Kanubhai Desai budget, latest news, news channel in india, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Social Security, top news channel, topnews, topnewschannelinindia, આર્થિક પ્રવૃત્તિઓ અને ગ્રીન ગ્રોથ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાત વિધાનસભા, ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર, નાણાકીય વર્ષ 2026-27, નાણામંત્રી કનુ દેસાઈ, માનવ સંસાધન વિકાસ, સામાજિક સુરક્ષા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 18, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મુસ્લિમ અનામત મુદ્દે ફડણવીસ સરકારનો મોટો નિર્ણય, 5% ક્વોટા સંબંધિત જૂના આદેશો રદ
Next Article અમદાવાદ : 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ₹1278 કરોડની ફાળવણી, ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનશે શહેર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026
વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
Gujarat Valsad જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?