ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી હવે માત્ર નાણાકીય સેવાઓનું કેન્દ્ર નહીં રહે, પરંતુ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે પણ વૈશ્વિક નકશા પર પોતાની મજબૂત ઓળખ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં ‘ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ (IAIRO)ની સ્થાપના કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સંસ્થા 1 જાન્યુઆરી 2026થી કાર્યરત થશે અને કંપનીઝ ઍક્ટ, 2013ની કલમ 8 હેઠળ નોન-પ્રોફિટ એન્ટિટી તરીકે નોંધાશે. ખાસ વાત એ છે કે IAIRO ભારતની પ્રથમ એવી AI સંશોધન સંસ્થા બનશે, જે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર કાર્ય કરશે.
અભિનંદન ગુજરાત !!
2026ના પ્રારંભે રાજ્યને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અભિનવ ભેટ; ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (IAIRO)ની સ્થાપના કરાશે…
ગુજરાતે PPP મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મેળવ્યું……
— Gujarat Information (@InfoGujarat) December 30, 2025
IAIROની રચના એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) તરીકે થશે, જેમાં ગુજરાત સરકાર, ભારત સરકાર અને ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA) વચ્ચે ત્રિપક્ષીય ભાગીદારી રહેશે. આ ત્રણેય ભાગીદારોની સમાન 33.33% હિસ્સેદારી રહેશે. IPA દ્વારા વર્ષ 2025-26 દરમિયાન ₹25 કરોડનું યોગદાન આપવામાં આવશે. આગામી પાંચ વર્ષ માટે કુલ ₹300 કરોડના બજેટની યોજના તૈયાર કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને IPA દરેક ₹100 કરોડનો ફાળો આપશે.
આ સંસ્થા એક મલ્ટીડિસિપ્લિનરી AI હબ તરીકે કાર્ય કરશે. તેના મુખ્ય ધ્યેયોમાં AI આધારિત નવા પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સનું વિકાસ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સરકાર વચ્ચે સહકાર વધારવો, AI ક્ષેત્રમાં નવીનતા અને પેટન્ટ્સનું સર્જન, કુશળ માનવ સંસાધન તૈયાર કરવું તથા AI નીતિઓ માટે સંશોધન કરવાનું સામેલ છે. IAIRO હાઇબ્રિડ કમ્પ્યુટ મોડલ પર કામ કરશે, જેમાં ઓન-પ્રેમિસ GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઇન્ડિયાAI ક્લાઉડ જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મ્સનો ઉપયોગ થશે. આ પહેલથી ગુજરાત AI ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક નેતા બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને રાજ્યને ઉદયમાન ટેકનોલોજી તથા ઇનોવેશનનું કેન્દ્ર બનાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel