ગોહિલવાડનાં ગૌરવરૂપ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારનો વાર્ષિકોત્સવ યોજાશે. આંબલામાં યોજાનાર આ સંયુક્ત વાર્ષિકોત્સવમાં શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવનું ઉદ્બોધન રહેશે.
સમગ્ર રાષ્ટ્ર માટે વિરાસત અને ગોહિલવાડનાં ગૌરવરૂપ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શુક્રવાર તા. ૯ના વાર્ષિકોત્સવ યોજાનાર છે. આ પ્રસંગે લેખક અને શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવનું ઉદ્બોધન રહેશે. આ ઉપક્રમ માટે સંસ્થા પરિવારમાં ઉત્સાહ રહેલો છે.
ગ્રામદક્ષિણામૂર્તિ પરિવારનાં વડા અરુણભાઈ દવે, પ્રશાંતભાઈ ભટ્ટ અને નિયામક મેહુલભાઈ ભટ્ટના માર્ગદર્શન સાથે આંબલા તથા મણારનો આ સંયુક્ત વાર્ષિકોત્સવ યોજાશે, જેમાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ આયોજનમાં રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel