પ્રાદેશિક ફિલ્મ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ એ ગુજરાતી સિનેમાઘરોમાં અદભૂત સફળતા મેળવી બાદ હવે હિન્દી દર્શકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. માત્ર 50 લાખ રૂપિયાના નાના બજેટમાં બનેલી આ ફિલ્મે સ્ટારકાસ્ટ વગર પણ પોતાની મજબૂત વાર્તા, ભાવનાત્મક રજૂઆત અને અભિનયના દમ પર દર્શકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મને મળેલા અપૂર્વ પ્રતિસાદ બાદ નિર્માતાઓએ તેને હિન્દી ભાષામાં પણ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. હિન્દી વર્ઝનમાં ‘લાલો’ 9 જાન્યુઆરી 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેની આતુરતાથી દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
અંકિત સખિયાના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં રીવા રાચ્છ, શ્રુહાદ ગોસ્વામી અને કરણ જોષી મુખ્ય ભૂમિકામાં નજરે પડે છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે ગુજરાતી વર્ઝનમાં જ 100 કરોડથી વધુની કમાણી કરી છે અને કુલ બોક્સ ઓફિસ કલેક્શન 120 કરોડની આસપાસ હોવાનો અંદાજ છે. આ રીતે ‘લાલો’એ અંદાજે 24,000 ટકાનો નફો મેળવી ગુજરાતી સિનેમા ઈતિહાસમાં નવો માઈલસ્ટોન સ્થાપ્યો છે. વર્ષ 2025માં બજેટની દૃષ્ટિએ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હોવા સાથે, 100 કરોડના ક્લબમાં પ્રવેશ કરનાર પહેલી ગુજરાતી ફિલ્મ બનવાનો ગૌરવ પણ તેને મળ્યો છે.
ફિલ્મ 10 ઓક્ટોબરે મર્યાદિત સ્ક્રીન્સ સાથે રિલીઝ થઈ હતી, પરંતુ મોઢે-મોઢે થયેલી પ્રશંસા અને સોશિયલ મીડિયામાં આવેલા સકારાત્મક પ્રતિસાદને કારણે તેની સ્ક્રીનો સતત વધતી ગઈ. પરિણામે અનેક અઠવાડિયાં સુધી ઘણા સિનેમાઘરો હાઉસફુલ રહ્યા. હવે હિન્દી રિલીઝ સાથે ‘લાલો’ રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અસર છોડી શકશે તેવી મજબૂત અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel