ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લઈ ત્યાંની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મુસાફરો, વિદ્યાર્થીઓ તેમજ વિભાગના કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરી બસ રૂટ, સમયપત્રક અને સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.
મુલાકાત દરમિયાન આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે નવા બસ સ્ટેન્ડ માટે આયોજન હેઠળની વિકાસલક્ષી કામગીરી અંગે સંક્ષિપ્ત માહિતી આપી હતી. નાયબ મુખ્યમંત્રીએ મુસાફરોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
સંઘવીએ બોરસદ રૂટની બસમાં જઈ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી તેમજ બસની સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મુસાફરોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી.
આ પ્રસંગે તેમણે રાજ્યભરમાં આગામી સમયમાં ૨૦૦ નવી બસો શરૂ કરવાની જાણકારી આપી હતી, જેમાંથી ૪ બસો આણંદ–બોરસદ રૂટ પર ફાળવવામાં આવશે. સાથે જ ખંભાત રૂટની બસ સંખ્યામાં પણ વધારો કરાશે તેમ જણાવ્યું હતું.
મુલાકાત દરમિયાન GSRTCના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પણ સંવાદ કરી બસ સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ભાવેશ સોની ( આણંદ )
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel