હતો . ૨૦૨૩માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોના ત્રણ મહિના અગાઉ નોમીનેશન લેવામાં આવે છે અને ત્યાર બાદ GIFA ટીમ અલગ અલગ કેટેગરી અંતર્ગત તેનું ચયન કરી બેસ્ટ એક્ટર, એક્ટ્રેસ, ફિલ્મ આદિ કેટેગરીને અલગ કરે છે .
હેતલભાઈ ઠક્કર અને અરવિંદભાઈ વેગડા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધુ ઊંચાઈ પર આવે તે માટે પસંદગી સમયે ખુબ ધ્યાન રાખતા હોય છે .
૨૦૨૩માં ગુજરાતી ફિલ્મો ની જો વાત કરીએ તો GIFA એવોર્ડ્સ માં “કચ્છ એક્સપ્રેસ” અને “શુભ યાત્રા”એ મેદાન માર્યું હતું .
GIFA બેસ્ટ એક્ટર મેલ રોનક કામદાર “હરી ઓમ હરી” માટે અને બેસ્ટ એક્ટર ફીમેલ એક્ટર માનસી પારેખ “કચ્છ એક્સપ્રેસ ” માટે મળ્યો હતો જ્યારે GIFA બેસ્ટ ફિલ્મ ઓફ ધ ઇયર “કચ્છ એક્સપ્રેસ” અને બેસ્ટ ડાયરેક્ટર મનીષ સૈની “શુભ યાત્રા” માટે મળ્યો હતો .
GIFA બેસ્ટ પ્લેબેક મેલ સની શાહ “શુભ યાત્રા” માટે, જ્યારે બેસ્ટ પ્લેબેક ફિમેલ નિશા કાપડિયા ને”બચુભાઈ” માટે મળ્યો હતો .
આ ઉપરાંત રામ મોરી ને બેસ્ટ ડાયલોગ રાયટર “કચ્છ એક્સપ્રેસ” માટે અને હેમીન ત્રિવેદી ને બેસ્ટ કોમિક રોલ મેલ “શુભ યાત્રા” માટે મળ્યો હતો જ્યારે બેસ્ટ મુસિક ડાયરેક્ટર કેદાર – ભાર્ગવ ને “શુભ યાત્રા” માટે મળ્યો હતો .
આ સિવાય અન્ય કેટેગરીમાં GIFA એ અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ્સ કલા કસબીઓને આપ્યા હતા અને તેઓમાં ઉત્સાહ ઉમંગ વધાર્યો હતો .