click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ચાર ગુજરાતીઓ ગુમ, એકનો તો છ મહિનાથી સંપર્ક થયો નથી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ચાર ગુજરાતીઓ ગુમ, એકનો તો છ મહિનાથી સંપર્ક થયો નથી
Gujarat

ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ચાર ગુજરાતીઓ ગુમ, એકનો તો છ મહિનાથી સંપર્ક થયો નથી

મહેસાણાના એજન્ટે 70 લાખમાં અમેરિકા મોકલવાના નામે છેતરપિંડી કરી હોવાની પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. ફરિયાદીના પતિ મુંબઇથી નેધરલેન્ડ, પોર્ટ ઓફ સ્પેન અને ત્યાંથી યુવકને ડોમિનિકા લઇ જવાયા બાદ છેલ્લા છ મહિનાથી ગુમ છે.

Last updated: 2023/07/14 at 10:48 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમેરિકા જવા માટે એજન્ટને 20 લાખ રૂપિયા આપી વધુ એક ગુજરાતી યુવક છેલ્લા છ મહિનાથી ગુમ થયાની ફરિયાદ તેની પત્નીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. યુવકની સાથે આઠ ગુજરાતીઓ પણ હતા એમ જણાવવામાં આવ્યું છે. જેમાંથી અન્ય ત્રણ ગુજરાતીઓનો પણ તેમના પરિવાર સાથે છેલ્લા છ મહિનાથી સંપર્ક નથી થયો. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉત્તર ગુજરાતના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામનાં રહેવાસી ચેતનાબેન રબારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ ભરતભાઇને ડિંગુચા અને મહેસાણાના એજન્ટે 70 લાખમાં અમેરિકા મોકલવાના નામે છેતરપિંડી કરી છે. તેમના પતિ મુંબઇથી નેધરલેન્ડ, પોર્ટ ઓફ સ્પેન અને ત્યાંથી યુવકને ડોમિનિકા લઇ જવાયા બાદ છેલ્લા છ મહિનાથી ગુમ છે.

Contents
4 ફેબ્રુઆરી 2023 પછી પતિ સાથે કોઈ વાત થઈ નથીપ્રાંતિજ પોલીસે એજન્ટ દિવ્યેશકુમારની ધરપકડ કરી

4 ફેબ્રુઆરી 2023 પછી પતિ સાથે કોઈ વાત થઈ નથી

તારીખ 8 જાન્યુઆરી 2023ના રોજ ભરતભાઇ અમેરિકાના જવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં એજન્ટ દિવ્યેશભાઇએ ભરતભાઇને મુંબઈ જવાની ફ્લાઇટમાં બેસાડ્યા હતા. મુંબઇ પહોંચ્યા બાદ ભરતભાઇએ પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે મુંબઇથી હું પહેલા એમસ્ટર્ડમ જવાનો છું. ત્યાં ચાર-પાંચ દિવસ રોકાઇને પોર્ટ ઓફ સ્પેન જઇશ. પોર્ટ ઓફ સ્પેન પહોંચ્યા બાદ ભરતભાઇએ પત્નીને ફોન કર્યો હતો કે હવે અહીંથી ડોમિનિકા જવાનું છે. ભરતભાઇ ડોમિનિકા પહોંચ્યા હતા અને આ દરમિયાન 15 દિવસ સુધી પતિ-પત્ની વચ્ચે ફોન પર વાત થઇ હતી. પરંતુ 4 ફેબ્રુઆરી 2023 પછી પતિ સાથે કોઈ વાત થઈ નથી.પતિ સાથે ઘણા દિવસો સુધી સંપર્ક ન થતાં પત્ની ચેતનાબેને તેમનાં બે કુટુંબીજનોને એજન્ટ દિવ્યેશભાઇને મળવા માટે મોકલ્યા હતા. દિવ્યેશભાઇએ તેમની ઉપરના એજન્ટ સાથે મુલાકત કરાવી હતી.

પ્રાંતિજ પોલીસે એજન્ટ દિવ્યેશકુમારની ધરપકડ કરી

તેમણે કહ્યું હતું કે, ભરતભાઇ હાલ માર્ટિનીક્યુ ખાતે છે અને તેમની સાથે બીજા ગુજરાતીઓ પણ છે. જેથી દસ-પંદર દિવસમાં તમારા પતિ સાથે વાતચીત થઇ જશે અને અમેરિકા પહોંચી જશે. જોકે પંદર દિવસ ઉપર પણ સમય થઇ જવા છતાં પતિનો કોઇ સંપર્ક થયો નહોતો.જેથી ચેતનાબેન ફરી એકવાર કુટુંબીજનો સાથે મહેન્દ્રભાઇને મળવા ગયા હતા. મહેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે અમારા પર વિશ્વાસ રાખો. તમારા પતિ ભરતભાઇની સાથે બીજા આઠ માણસ પણ છે. તમે ચિંતા ના કરો. તમારા પતિ સાથે પણ વાત થઈ જશે અને તેઓ અમેરિકા પણ પહોંચી જશે, જેથી ચેતનાબેન દ્વારા પતિ સાથે અન્ય ગુજરાતીઓ હતા, તેમના પરિવારની સાથે મુલાકાત કરી તો તેમનો પણ તેમનાં પરિવારજનો સાથે છેલ્લા સાત મહિનાથી સંપર્ક નથી થયો એમ જાણવા મળ્યું હતું.આ સમગ્ર મામલે હાલ પ્રાંતિજ પોલીસે આરોપી એજન્ટ દિવ્યેશકુમારની ધરપકડ કરી લીધી છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: collector sabarkantha, Gujarati Missing, Prantij Police, Went to america illegally

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 14, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ પહોંચ્યા, રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આપશે હાજરી
Next Article ભારતીયો ફ્રાન્સમાં પણ UPIનો ઉપયોગ કરી શકાશે : PM મોદી એફિલ ટાવરથી શરૂઆત કરશે, તેમને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન પણ આપવામાં આવ્યું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?