ઈઝરાયલ પેલેસ્ટિનિયન વચ્ચે લાંબા સમયથી તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે એવામાં આજે વહેલી સવારે પેલેસ્ટિનિયન આતંકવાદીઓ દ્વારા ડઝનેક રોકેટ છોડી ઇઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. ગાઝા સ્ટ્રીપ પરથી ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. એક અહેવાલ મુજબ, બે શહેરો એશ્કેલોન અને તેલ અવીવ પર ઘણાબઘા રોકેટ છોડી હુમલો કરવામાં આવ્યો હતો.
Palestinian Terrorists have started this but #Israel will End it.#Israel #BMCM Hamas Palestine #BANvsAFG Gaza #PowerOfMeditationpic.twitter.com/hu0SefbKyN
— ASHISHA SINGH RAJPUT (@AshishaRajput19) October 7, 2023
ઇઝરાયેલે ‘યુદ્ધની સ્થિતિ’ જાહેર
ઇઝરાયેલની ગાઝા પટ્ટી પર યુદ્ધની સ્થિતિ સર્જાઇ છે. આ ભાગમાં સતત રોકેટ હુમલાઓ થઇ રહ્યા છે. જેની વચ્ચે હવે ઇઝરાયેલે આ વિસ્તારને ‘સ્ટેટ ઓફ વૉર’ કર્યું છે, અને યુદ્ધની પરિસ્થીતી જન્મી છે. ઇઝરાયેલે નાગરિકોને સુરક્ષા સ્થળો પર ખસી જવા માટે પણ અપીલ કરી છે.
30 મિનિટ સુધી ચાલ્યો રોકેટ એટેક
વહેલી સવારે થયેલ આ રોકેટ એટેક લગભગ 30 મિનિટ સુધી ચાલ્યો હતો. ઇઝરાયેલના એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ ઇઝરાયેલમાં એક ઇમારત પર રોકેટ પડતાં 70 વર્ષની એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ છે. આ સિવાય એક 20 વર્ષીય યુવકને પણ થોડી ઈજા થઈ છે. ઉપરાંત એક વ્યક્તિનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે.
આતંકવાદીઓ રસ્તા પર ફરતા દેખાયા
ઈઝરાયેલે આ આંતકી હુમલાને સરપ્રાઈઝ એટેક ગણાવ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં આતંકીઓ રસ્તા પર ફરતા જોવા મળે છે. જોકે, આ વીડિયો અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. અશ્કેલોન અને તેલ અવીવમાં સૈનિકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
This is guerrilla warfare on the streets of southern Israel. The images are chilling. Many dead, and many hostages taken. Israel seems to have been taken completely off guard. It is a full fledge war. #Israel #Gaza pic.twitter.com/FP3tw9tld5
— The Fall Of Rome (@LaCadutaDiRoma) October 7, 2023
જાણો શું છે વિવાદ?
આ વિસ્તારમાં ઓછામાં ઓછા 100 વર્ષથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે. વેસ્ટ બેન્ક, ગાઝા પટ્ટી અને ગોલાન હાઇટ્સ જેવા વિસ્તારો પર વિવાદ ચાલી રહ્યો છે. પૂર્વ જેરુસલેમ સહિત આ વિસ્તારો પર પેલેસ્ટાઈન દાવો કરે છે. સાથે જ ઈઝરાયેલ જેરુસલેમ પરનો પોતાનો દાવો છોડવા તૈયાર નથી.