Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

હમાસ સમર્થકોએ સિડની ઓપેરા હાઉસની બહાર ઈઝરાયલનો ધ્વજ સળગાવ્યો, પોલીસ સાથે થઈ અથડામણ

હમાસ સમર્થકોએ સિડની ઓપેરા હાઉસની બહાર ઈઝરાયલનો ધ્વજ સળગાવ્યો, પોલીસ સાથે થઈ અથડામણ

ઈઝરાયલ અને પેલેસ્ટિનિયન વચ્ચે 7 ઓક્ટોબરના રોજથી જંગ શરુ થઈ છે. જેને આક્રમક સ્વરુપ ધરાણ કર્યું છે. આ જંગ વચ્ચે ઓસ્ટ્રેલિયાના ઓપેરા હાઉસ ઈઝરાયલના ધ્વજના રંગોમાં રંગાયેલું હતું. પરંતુ પેલેસ્ટિનિય સમર્થકો આનાથી નારાજ હતા. તેના વિરોધમાં મોટી સંખ્યામાં હમાસ સમર્થકો એકઠા થયા હતા અને ઈઝરાયેલના ઝંડાને બાળવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે પેલેસ્ટિનિયન સમર્થકોને રોકવા માટે સિડની (Sydney) ઓપેરા હાઉસની આસપાસ કોર્ડન ગોઠવી દીધું હતું.

ઓપેરા હાઉસની આસપાસ સ્ટીલ કોર્ડન કરાયું

ઈઝરાયેલના ધ્વજના રંગોમાં ઓપેરા હાઉસની રોશનીથી પેલેસ્ટિનિયનો ગુસ્સે થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓપેરા હાઉસની બહાર લગભગ 2000 લોકો એકઠા થયા હતા.પોલીસે પેલેસ્ટિનિયન સમર્થકોને રોકવા માટે સિડની ઓપેરા હાઉસની આસપાસ સ્ટીલ કોર્ડન ગોઠવી દીધું હતું. આ રેલીનું આયોજન પેલેસ્ટાઈન એક્શન ગ્રુપ સિડની દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ માસ્ક પહેર્યા હતા.

અત્યારસુધીમાં અંદાજે 1100 લોકોના મૃત્યું

આ પ્રદર્શન દરમિયાન ઈઝરાયલ વિરોધી અને યહુદી વિરોધી નારેબાજી કરી રહ્યા હતા. ભીડમાંથી કેટલાક લોકો અલ્લાહુ અકબરના પણ નારા લગાવી રહ્યા હતા. કેટલાક ઈઝરાયલી ઝંડાને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયા પોલીસે સિડનીના યહુદી સમુદાયને આ વિસ્તારમાંથી દુર રહેવાનું કહ્યું હતુ.તમને જણાવી દઈએ કે, ઈઝરાયલ અને પેલેસ્ટિનય વચ્ચેના આ જંગમાં અત્યારસુધીમાં અંદાજે 1100 લોકોના મૃત્યું થયા છે. ઈઝરાયલ અને હમાસ આતંકિયો વચ્ચે જંગ શરુ છે. બંન્ને તરફથી હુમલા શરુ થયા છે. આ જંગની શરુઆત આતંકીઓએ કરી હતી. ત્યારબાદ ઈઝરાયલે પલટવાર કર્યો હતો. ઈઝરાયલે હમાસ આતંકિયોના અનેક ઠેકાણાનો નાશ કર્યો હતો.

આંતકી સંગઠન હમાસે ગાજા પટ્ટી થી શનિવારના રોજ ઈઝરાયલ પર અચાનક હજારો રોકેટ છોડ્યા હતા. આ સિવાય હમાસના આંતકીઓ હવાઈ, જમીન અને સમુદ્ગી સરહદ પર જઈ નાગરિકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક નાગરિકો માર્યા ગયા છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.