આ ખાસિયત કદાચ જ દુનિયાના કોઈ અન્ય એક્ટર પાસે હશે જે ગ્રે શેડ હીરોને પણ પડદા પર એવી રીતે દર્શાવી શકે છે કે ખરાબ હોવુ તેની મજબૂરી લાગે છે અને દર્શક તેમની સાથે પોતાને કનેક્ટ કરી લે છે. આજે સંજય દત્ત 64 વર્ષના થઈ ચૂક્યા છે.
‘રોકી’ બનીને ડેબ્યૂ કર્યું હતુ
સંજય દત્તે 1981માં રોકીથી ડેબ્યૂ કર્યા બાદ ક્યારેય પીછેહઠ કરીને જોયુ નથી અને ઘણી હિટ ફિલ્મો આપી. સાજન, સડક, ખલનાયક, આતિશ, આંદોલન, દાગ, હસીના માન જાએગી અને અન્ય ઘણી ફિલ્મોએ તેમના સફળ ફિલ્મી કરિયરમાં ચાર ચાંદ લગાવી દીધા. ‘વાસ્તવ’ માં તેમના અભિનયે તેમને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર અપાવ્યો. મુન્નાભાઈ એમબીબીએસમાં મુન્નાભાઈના પાત્રએ લોકોના દિલમાં સ્થાન મેળવી દીધુ. તેમના કરિયરની વધુ એક મિશાલ અગ્નિપથના વિલન કાંચા ચીના હતી.
ખલનાયક
ફિલ્મમાં બલ્લૂના પાત્રમાં સંજય દત્તે પોતાના લુકથી તમામને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ‘નાયક નહીં ખલનાયક હૂં મે..’ થી લઈને ‘ચોલી કે પીછે…’ સુધી દરેક ગીતને દર્શકોએ ખૂબ પસંદ કર્યા. 1993માં રિલીઝ થયેલી સુભાષ ઘઈની ડાયરેક્ટોરિયલ એક્શન એક મોટી હિટ હતી અને સંજય દત્તના કરિયરની મોટી ફિલ્મ સાબિત થઈ.
સડક
સંજય દત્ત અને પૂજા ભટ્ટ- સ્ટારર ‘સડક’ એ તેમના કરિયરમાં વધુ એક મિશાલ ઊભી કરી. દર્શકોએ તેમને ટેક્સી ડ્રાઈવર રવિ કિશોર વર્માની ભૂમિકા માટે પસંદ કર્યા, જે પોતાની પ્રેમિકા પૂજા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત આ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ 1976ની અમેરિકી ફિલ્મ ટેક્સી ડ્રાઈવરથી પ્રેરિત હતા.
વાસ્તવ
સંજૂ બાબાના કરિયર વિશે વાત કરતી વખથે વાસ્તવને અવગણાય નહીં. મહેશ માંજરેકરના નિર્દેશનમાં બનેલી પહેલી ફિલ્મમાં નમ્રતા શિરોડકર, સંજય નાર્વેકર, મોહનીશ બહલ, પરેશ રાવલ, રીમા લાગૂ અને શિવાજી સાટમ હતા. સંજય દત્તના રઘુના પાત્રએ તેમને ફિલ્મફેર એવોર્ડ્સમાં પહેલો સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીતવામાં મદદ કરી.
મુન્નાભાઈ એમ.બી.બી.એસ
રાજકુમાર હિરાનીના નિર્દેશનવાળી કોમેડી-ડ્રામામાં તેમને મુન્નાભાઈના પાત્રમાં દર્શાવવામાં આવ્યા હતા અને આ તેમના દ્વારા નિભાવવામાં આવેલી સૌથી લોકપ્રિય ભૂમિકાઓમાંની એક હતી. બીજાની મદદ કરવાની, તેમની ‘જાદૂ કી ઝપ્પી’ એ મુન્નાને તેમનું સૌથી પોપ્યુલર પાત્ર બનાવી દીધુ.
અગ્નિપથ
ફિલ્મના ખૂબ ખૂંખાર પાત્ર કાંચા ચીનાને કોણ ભૂલી શકે છે. રસ્તા પર ડ્રગ ડીલર બનવાથી લઈને ડ્રગ કિંગપિન બનવા સુધી, સંજય દત્તનું આ પાત્ર ક્રૂરતા, દુષ્ટતા અને દુષ્ટતાની મિશાલ હતુ. તેમના પાત્રએ દર્શકો પર એવી અસર નાખી જેને ક્યારેય ભૂલી શકાય નહીં.
K.G.F: ચેપ્ટર 2
સંજય દત્તે ફિલ્મમાં અધીરા નામના એક વિલનની ભૂમિકા નિભાવી. કેન્સર સામે લડ્યા બાદ તેમણે આ ભૂમિકામાં કામ કર્યું અને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પૂરો પ્રયત્ન કર્યો. પાત્ર માટે તેમણે ટ્રેનિંગ પણ લીધી અને ભારે કવચની સાથે શૂટિંગ પણ કર્યું.