ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રીમંડળનો વિસ્તરણ થયું છે, જેમાં કુલ 26 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા મંત્રીમંડળમાં રાજ્યને ફરી એકવાર યુવા અને દ્રઢ નેતૃત્વ મળી રહ્યું છે, કારણ કે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને રાજ્યના DyCM તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેઓ રાજ્યના સૌથી નાનાં વયના નાયબ મુખ્યપ્રધાન બન્યા છે અને સુરતના મજૂરા બેઠક પરથી સતત ત્રીજી ટર્મથી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. તાજેતરમાં શપથ ગ્રહણ પછી સુરતમાં તેમના સમર્થકો દ્વારા ઉત્સવની ઉજવણી પણ કરવામાં આવી છે. હર્ષ સંઘવી રાજ્ય સરકારમાં યુવા પેઢી અને અનુભવી નેતૃત્વ વચ્ચે સંતુલન લાવનાર ચહેરા તરીકે ઓળખાય છે.
હર્ષ સંઘવીની રાજકીય સફર અત્યંત પ્રેરણાદાયક રહી છે. 8 જાન્યુઆરી 1985ના રોજ જન્મેલા હર્ષ સંઘવીએ માત્ર 15 વર્ષની ઉંમરે સામાજિક સેવા માટે કાર્યકર તરીકે કાર્ય શરૂ કર્યું હતું. તેમને 2012માં માત્ર 27 વર્ષની ઉંમરે મજૂરા બેઠકથી ધારાસભ્ય તરીકે પસંદગી મળ્યો, અને ત્યારથી સતત જીત મેળવી રહ્યા છે. તેઓ 2021માં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં સામેલ થયા, અને હાલમાં ગૃહ વિભાગ સહિત 9 મહત્વપૂર્ણ ખાતાઓ સંભાળી રહ્યા છે. 36 વર્ષની ઉંમરે ગૃહમંત્રીના પદ પર પહોંચવાથી તેઓ ગુજરાતના યુવા નેતાઓ માટે પ્રેરણારૂપ બની ગયા છે.
Harsh Sanghavi appointed as Gujarat Deputy CM , 25 ministers inducted to Bhupendra Patel led government
Read @ANI Story | https://t.co/ixDDdn3sYp #HarshSanghavi #GujaratCabinet #BhupendraPatel pic.twitter.com/cpnPac3se8
— ANI Digital (@ani_digital) October 17, 2025
હર્ષ સંઘવીની કાર્યકાળ દરમિયાન તેમણે BJP યુવા મોરચામાં રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ વર્ષ 2008માં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી, 2011માં પ્રદેશ ઉપપ્રમુખ, 2013માં રાષ્ટ્રીય મંત્રી અને 2014માં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યા. તેઓને યુવા ઉદ્યોગ સાહસિક સમિટ અને નોકરી મેળાઓના આયોજનો માટે પણ ઓળખવામાં આવે છે, જેમાં હજારો લોકોને રોજગાર આપવામાં આવ્યો. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમની નજીકની જોડાણને કારણે, વિદેશ પ્રવાસોમાં NRI કમીયુનિટી સાથે સંવાદ સ્થાપિત કરવા માટે પણ તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હર્ષ સંઘવીના અનોખા વિચારો, જનસેવા માટેનું સમર્પણ અને યુવા પેઢીને પ્રેરિત કરનાર વ્યક્તિત્વ રાજ્ય રાજકારણમાં તેમની ઓળખ અને મહત્વને વધુ મજબૂત બનાવે છે. તેમની નેતૃત્વ ક્ષમતા, યુવા મોરચામાં કામગીરી અને વિકાસ કાર્યક્રમોમાં કાર્યદર્શિતી તેમને ગુજરાતની રાજનીતિમાં અનિવાર્ય નેતા તરીકે ઉભું રાખે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel