અસમ સિવિલ સર્વિસના 2019 બેચના અધિકારી નુપૂર બોરાની ધરપકડ આવક કરતા વધુ સંપત્તિ ધરાવવાના આરોપમાં કરવામાં આવી છે. ગુવાહાટી પોલીસ અને રાજ્ય સરકારની તપાસ હેઠળ, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે નુપૂર બોરા પર છેલ્લા છ મહિનાથી નજર રાખવામાં આવી રહી હતી. બોરા પર આરોપ છે કે, તેમણે હિન્દુ સમુદાયની કેટલીક જમીનો શંકાસ્પદ અને અજાણ્યા લોકોને વેચી દીધી હતી, જેના બદલામાં તેઓએ કરોડો રૂપિયાની મોટી રકમ મેળવ્યા હતા. આ મામલે ગુવાહાટીમાં પત્રકારો સાથે વાતચીત દરમ્યાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે જમીન વેચાણ સંબંધિત ફરિયાદો મળી હતી અને તે ફરિયાદોના આધારે અધિકારી પર ગંભીર તપાસ ચાલી રહી હતી.
નુપૂર બોરા મૂળ અસમના ગોલાઘાટ જિલ્લાના રહેવાસી છે અને તેઓ કામરૂપ જિલ્લામાં ગોરોઈમારી વિસ્તારમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તેમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ વિશે જણાવતાં, તેમણે ગુવાહાટી યુનિવર્સિટીથી ઇંગ્લિશ લિટરેચરમાં ડિગ્રી મેળવ્યા છે અને કોટન કૉલેજમાં અભ્યાસ કર્યો છે. સિવિલ સર્વિસમાં જોડાતાં પહેલા, તેઓ જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થામાં લેકચરર તરીકે પણ કાર્યરત રહ્યા હતા. નુપૂરે માર્ચ 2019માં કરબી આંગલોંગમાં આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે વહીવટી કારકિર્દીની શરૂઆત કરી હતી અને જૂન 2023 સુધી ત્યાં સેવા આપી. ત્યારબાદ, તેમને બારપેટામાં સર્કલ ઓફિસર અને પછી કામરૂપમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા.
જમીન કૌભાંડના મામલે, બોરા પર બારપેટામાં ફરજ દરમિયાન કરોડો રૂપિયાની સરકારી અને ધાર્મિક ટ્રસ્ટની જમીનો ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવાનો આરોપ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ જમીનોમાં મોટાભાગ હિન્દુઓની હતી, જેને કથિત રીતે મુસ્લિમોના નામે ફેરબદલ કરવામાં આવ્યું છે. માત્ર છ વર્ષની નોકરીમાં જ તેમની સંપત્તિમાં અસામાન્ય વધારો થયો હોવાના પણ આરોપ છે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તપાસ માટે વિશેષ ટીમ રચી છે. ટીમે નુપૂર બોરાના ઘરે દરોડા પાડ્યા, જેમાં આશરે 90 લાખ રૂપિયાથી વધુ રોકડ અને લગભગ 1 કરોડ રૂપિયાની સોના મળી આવ્યું. આથી, તેમની કુલ સંપત્તિ આશરે 2 કરોડ રૂપિયાની ગણાઈ રહી છે. હાલમાં, નુપૂર બોરા પોલીસ કસ્ટડીમાં છે અને તમામ સંસાધનો સાથે તેમની સામે વધુ તપાસ ચાલી રહી છે. આ કેસ રાજ્યમાં આવક કરતા વધુ સંપત્તિ ધરાવવાના અધિકારીઓ સામે સખત કાર્યવાહી માટે ઉદાહરણ બની રહ્યો છે, અને અસમ સરકાર આ મામલાની નિષ્ઠાવાન અને વ્યાપક તપાસના ન્યાય આપવાનું આશ્વાસન આપી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel