Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

યુપી કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : 50 બાળકોના શોષણ કેસમાં એન્જિનિયર દંપતીને મૃત્યુદંડ

યુપી કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : 50 બાળકોના શોષણ કેસમાં એન્જિનિયર દંપતીને મૃત્યુદંડ

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં સ્પેશિયલ POCSO કોર્ટે એક હૃદયદ્રાવક કેસમાં ‘રેરેસ્ટ ઑફ રેર’ ગણાવી ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 20 ફેબ્રુઆરી 2026ના રોજ સ્પેશિયલ જજ પ્રદીપ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી કોર્ટે સિંચાઈ વિભાગના પૂર્વ જુનિયર એન્જિનિયર રામભવન (50) અને તેની પત્ની દુર્ગાવતી (47)ને 33 બાળકોના જાતીય શોષણ અને તેની અશ્લીલ સામગ્રી ડાર્ક વેબ પર વેચવાના ગુનામાં મૃત્યુદંડની સજા ફટકારી છે.

2010થી 2020 સુધી આયોજનબદ્ધ શોષણ

તપાસ મુજબ, 2010થી 2020 દરમિયાન બાંદા, ચિત્રકૂટ અને હમીરપુર જિલ્લામાં 3થી 16 વર્ષની વયના આશરે 33 નિર્દોષ બાળકોને લાલચ, ડર અને ધમકી દ્વારા શોષણનો ભોગ બનાવવામાં આવ્યા. કોર્ટના અવલોકન અનુસાર આ અપરાધોમાં નિર્દયતા, વ્યાપારી લાભ માટે પોર્નોગ્રાફિક સામગ્રીનું નિર્માણ અને સ્થાનિક વિશ્વાસનો ભંગ સામેલ હતા. કોર્ટએ નોંધ્યું કે ગુનો અત્યંત ઘૃણાસ્પદ અને અસાધારણ છે અને સુધારાની કોઈ શક્યતા નથી.

ડાર્ક વેબ પર આંતરરાષ્ટ્રીય વેચાણ

તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ શોષણના વિડીયો શૂટ કરી તેને ‘ડાર્ક વેબ’ પર આંતરરાષ્ટ્રીય સ્તરે વેચતા હતા. બદલામાં વિદેશી ચલણ અને ક્રિપ્ટોકરન્સીમાં મોટી રકમ પ્રાપ્ત થતી હતી. 2020માં Central Bureau of Investigation (CBI)એ દરોડો પાડતા લેપટોપ અને મોબાઇલમાંથી હજારો અશ્લીલ તસવીરો-વિડીયો મળી આવ્યા.

ઇન્ટરપોલની માહિતીના આધારે 31 ઑક્ટોબર 2020એ FIR નોંધાઈ. રામભવનની નવેમ્બર 2020માં અને દુર્ગાવતીની ડિસેમ્બર 2020માં ધરપકડ થઈ.

700 પેજની ચાર્જશીટ અને ડિજિટલ પુરાવા

CBIએ લગભગ 700 પેજની ચાર્જશીટ દાખલ કરી, જેમાં 74 સાક્ષીઓ (25 પીડિતો સહિત), મેડિકલ રિપોર્ટ્સ અને ડિજિટલ એવિડન્સનો સમાવેશ હતો. તપાસમાં જાણવા મળ્યું કે ચીન, યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રાઝિલ અને અફઘાનિસ્તાન સહિત 47 દેશોમાં ફોટો-વિડીયો વેચાયા હતા. કુલ 34 વિડીયો અને 678 ફોટોગ્રાફ્સ સહિત અનેક ડિજિટલ ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા.

વળતર અને જપ્ત રકમનો વિતરણ

કોર્ટે દરેક પીડિતને ₹10 લાખ વળતર આપવાનો આદેશ આપ્યો છે, જે ઉત્તર પ્રદેશ સરકાર ચૂકવશે. સાથે જ આરોપીઓના ઘરેથી જપ્ત કરાયેલા ₹8.27 લાખ પીડિતોમાં સમાન રીતે વહેંચવા આદેશ આપવામાં આવ્યો છે.

ન્યાયાધીશે જણાવ્યું કે આવા રાક્ષસી કૃત્યો સમાજ માટે ગંભીર ખતરો છે અને બાળકોની સુરક્ષા માટે કડક પગલાં જરૂરી છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.