Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 30°C

બાયડનાં પીપોદરા ખાતે હોમાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ અને સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાયો

બાયડનાં પીપોદરા ખાતે હોમાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ અને સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાયો

અરવલ્લી જિલ્લાના પીપોદરા ગામમાં 22 ડિસેમ્બર, 2024ના રોજ ભવ્ય હોમાત્મિક અતિરુદ્ર મહાયજ્ઞ અને સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાયો હતો. આ મહાયજ્ઞની 28 ડિસેમ્બર શનિવારનાનાં દિવસે પૂર્ણાહુતિ થશે. યજ્ઞના પાંચમા દિવસે નંદી તેમજ ગૌ પૂજન શામળભાઈ પટેલ તેમજ તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતુ . આ યજ્ઞનું આયોજન શામળભાઈ બાલાભાઈ પટેલ અને તેમના પરિવારે કર્યું હતું. શામળભાઈ અમૂલ ફેડરેશનના ગુજરાતનાં અધ્યક્ષ છે. અને પ્રતિષ્ઠિત સામાજિક રાજકીય અગ્રણી છે.

145 થી વધુ વિદ્વાન બ્રાહ્મણોએ આ યજ્ઞનું સંચાલન કર્યું હતું, જે ઘણા દિવસો સુધી ચાલ્યો હતો. યજ્ઞ વાંસથી બનેલા વિશેષ મંડપમાં કરવામાં આવ્યો હતો, જે વાંસની દીવાલોને ગાયના છાણથી લીંપવામાં આવી હતી જેથી વાતાવરણ શુદ્ધ થાય.

બાયડનાં વિદ્વાન બ્રાહ્મણ શાસ્ત્રી જલેશભાઈ ભટ્ટ અને શાસ્ત્રી પવનભાઈ ભટ્ટનાં વિશેષ માર્ગદર્શનમાં આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી, જેઓ દૈવી આશીર્વાદ મેળવવા આવ્યા હતા.

આ યજ્ઞ એક ભવ્ય સફળતા હતી અને જેમણે તેમાં હાજરી આપી હતી તે બધાએ તેની પ્રશંસા કરી હતી. એવું માનવામાં આવે છે કે આ યજ્ઞ પ્રદેશમાં શાંતિ અને સમૃદ્ધિ લાવશે.

વધુ માહિતી:
* નવા વર્ષની ઉજવણી નિમિત્તે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
* આ યજ્ઞનો હેતુ વાતાવરણને શુદ્ધ કરવા અને પ્રદેશમાં સમૃદ્ધિ લાવવાનો પણ હતો.
* આ યજ્ઞમાં તમામ ક્ષેત્રના લોકોએ હાજરી આપી હતી.
* આ યજ્ઞ એક ભવ્ય સફળતા હતી અને જેમણે તેમાં હાજરી આપી હતી તે બધાએ તેની પ્રશંસા કરી હતી.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.