કપડવંજ તાલુકા વિદ્યાર્થી સંઘ અને કપડવંજના ભામાશા પરિવાર શ્રી સી. પારેખ શેઠના સમસ્ત પરિવારના સંયુક્ત ઉપક્રમે અને વર્ષોથી મુંબઈ રહી વતન કપડવંજ પ્રત્યે અપાર લાગણી ધરાવતા વતન પ્રેમી દિનશા શાહના સક્રિય પ્રયત્નોથી અત્રેના લાયન્સ કલબ ખાતે કપડવંજ તાલુકાના માસ્ટર ડિગ્રી ધરાવતા ડોક્ટરો તેમજ તાલુકાનું નામ રોશન કરનાર મહાનુભાવોનો સન્માન કાર્યક્રમ નડિયાદ કીડની હોસ્પિટલના ડાયરેક્ટર ડો.મહેશ દેસાઈના અધ્યક્ષ સ્થાને તથા ઈસરો અમદાવાદના વૈજ્ઞાનિક આર.એમ.શાહ, આઇએએસ અધિકારી ડો. ડી.ડી. કાપડિયા, પૂર્વ આઈએએસ અધિકારી સુનિલ જોશી, શહેજાદભાઈ કાજીના અતિથિ વિશેષ પદે યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સૌ ગૌરવશાળી વ્યક્તિઓની સિદ્ધિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં. સાથે દીનશા શાહના વતન પ્રેમની પણ પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત સ્પાઈન સર્જન ડો. ભરત દવે, પારુલ યુનિવર્સિટીના ડો. વિનોદભાઈ પટેલ, હંસાબેન પટેલ, આશાદીપ હોસ્પિટલના એમ.એસ. ડો. યોગેશભાઈ શાહ, સહયોગ હોસ્પિટલના એમડી ડો. અબ્દુલ્લા,,મુંબઈથી આંખના નિષ્ણાંત ડો. યોગીતા રાજગાંધી, અમદાવાદના ડો.નાઝનીન રાણા, ડો, આશિષ ગુપ્તા, ડો. વ્યોમાબેન ગુપ્તા, અમદાવાદના ગાયનેક ડો.ઉષાબેન શાહ,બી.ડી.એસ. ડો. ભૌમિક ચોક્સી, ડો. કિંજલ ચોક્સી ઉપરાંત પાંચ વીઘા જમીનમાં 7000 વૃક્ષ વાવનાર ધાનેરાના દિનેશભાઈ ઠક્કર અને દેવિકાબેન ઠક્કર, તોરણાના ઈસરોમાં નોકરી કરતા તપન કા. પટેલ, એમ.ટેકમાં યુનિવર્સિટીમાં પ્રથમ આવી રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ મેળવનાર ચંદ્રિકાબેન પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દિનશા શાહના નેતૃત્વમાં હરીશ ટોપીવાળા, કે.કે.વમાૅ, ગોપાલ કંસારા, મિનેશ પ્રજાપતિએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન બ્રિજેશ પટેલે કર્યું હતું.