આખો દેશ આજે દેશભક્તિના રંગે રંગાયેલો છે. આપણે બધા આજે આપણો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ. આ દિવસ આપણા માટે ઘણી રીતે ખાસ છે. આપણને 15 ઓગસ્ટ 1947ના રોજ, 200 વર્ષના બ્રિટિશ શાસન પછી ભારતને આઝાદી મળી હતી. જે બાદ 1950 માં ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું અને તેને 26 જાન્યુઆરી 1950 ના રોજ લાગુ કરવામાં આવ્યું. આ કારણે ભારતીય ઈતિહાસમાં 26 જાન્યુઆરી, 1950નો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે.
ભારત ઈન્ડિયાના નામથી પણ ઓળખાય છે. અંગ્રેજી નામ ઇંડસ નદી પરથી ઉતરી આવ્યું છે, જે ખીણની આસપાસ પ્રારંભિક સંસ્કૃતિઓ રહેતી હતી. સિંધુ નદીને સિંધુ પણ કહેવામાં આવતી હતી.
હિન્દુસ્તાન નામ કઇ રીતે પડ્યુ?
ઈરાનના આક્રમણકારોએ સિંધુ શબ્દનો ઉપયોગ હિંદુ તરીકે કર્યો હતો. આ રીતે ભારતનું નામ ‘હિન્દુસ્તાન’ પડ્યું. આ નામ સિંધુ અને હિન્દુનું સંયોજન છે.\
કદાચ તમને ખબર નહીં હોય કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર અને વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે, જે પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક પણ છે.
આટલા દિવસોમાં બંધારણ તૈયાર થયું
આપણું બંધારણ બનાવવામાં લગભગ બે વર્ષ, અગિયાર મહિના અને 18 દિવસ લાગ્યા. 26 નવેમ્બર, 1949 ના રોજ, બંધારણ સભાએ ભારતના બંધારણને મંજૂરી આપી. આ કારણથી દર વર્ષે આ દિવસે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે.
ભારતીય બંધારણ વિવિધ દેશોના બંધારણોથી પ્રેરિત છે. તેની મોટાભાગની જોગવાઈઓ અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, ફ્રાન્સ, સોવિયત યુનિયન, આયર્લેન્ડ સહિતના અન્ય દેશોમાંથી લેવામાં આવી છે.
ભારતે સાપ સીડીની શોધ કરી
આપણે બધાએ બાળપણમાં સાપ અને સીડીની રમત રમી હશે, પરંતુ શું તમે જાણો છો કે આ રમતની શોધ ક્યાં થઈ હતી? આ મજા પડે એવી રમતની શોધ ભારતમાં જ થઈ હતી. તે 13મી સદીમાં કવિ સંત જ્ઞાન દેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તેને મૂળ મોક્ષપટ કહેવામાં આવતું હતું. આજે પણ બાળકો આ રમતને રમવાનું પસંદ કરે છે.