મોબાઇલ ફોન વગર આજનું જીવન અશક્ય છે, અને તમારી પાસે ફોન હોય પરંતુ એમા ચાર્જીંગ ન હોય તો ? જો ફોનની બેટરી ખતમ થવા લાગે તો આપણે હેરાન થઇ જઈએ છીએ. બેટરી ડેડ થઇ જાય એટલે ફોન નકામો બની જાય છે.આપણે નવા સ્માર્ટફોન ની ખૂબ જ પ્રેમથી કાળજી રાખીએ છીએ. પરંતુ જ્યાં ફોન થોડો જૂનો થવા લાગે છે ત્યાં આપણે તેના પ્રત્યે અનેક પ્રકારની બેદરકારી દાખવવા લાગીએ છીએ.
જ્યારે ચાર્જિંગની વાત આવે છે, તો આપણે બધા આપણી આસપાસ જોઈએ છીએ કે કેટલાક લોકો એવા હોય છે કે જ્યારે પણ તેમનો ફોન થોડો ડિસ્ચાર્જ થાય છે, તો તે તરત જ તેને ચાર્જિંગ પર મૂકી દે છે. માત્ર થોડો ચાર્જ થાય એટલે ફોનને ચાર્જિંગ પરથી તરત જ કાઢી લે છે, એવા પણ લોકો છે જે રાતરાતભર ફોન ચાર્જમાં રાખે છે.
પરંતુ શું તમે જાણો છો કે લોકોની આ આદતોના કારણે ફોન ખરાબ થવા લાગે છે. ફોનને ચાર્જિંગ પર મૂકવાની એક યોગ્ય રીત છે. જો તમે ફોનને વારંવાર ચાર્જ પર લગાવતા રહેશો તો સમય જતાં ફોનની બેટરી બગડશે. એટલા માટે આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ફોનને દિવસમાં કેટલી વાર ચાર્જ કરવો જોઈએ.
બેટરીને 20% કે તેથી વધુ નીચે જવા દો નહીં અને બેટરીને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ કરવાનું ટાળો. જ્યારે બેટરીનું સ્તર 80% (અથવા ઓછું) અને 100% ની વચ્ચે હોય ત્યારે જ ફોનને ચાર્જરમાંથી અનપ્લગ કરો. લાંબા સમય સુધી તમારા ફોનને 100% લેવલ પર ન રાખો, એટલે કે તમે ફોનને સંપૂર્ણ ચાર્જ ન થવા દો.
મોટાભાગના લોકો 20-80 નિયમ અપનાવવાની ભલામણ કરે છે, જે તમે ચોક્કસપણે અનુસરી શકો છો. જો તમે નથી જાણતા કે 20-80 નો નિયમ શું છે, તો અમે તમને જણાવીએ કે 20 નો અર્થ છે કે જ્યારે બેટરી 20% સુધી ડ્રેઇન થાય છે, ત્યારે તેને ચાર્જિંગ પર મૂકવી જોઈએ, અને 80 નો અર્થ છે કે જ્યારે તે 80% હોય ત્યારે તેને દૂર કરવું યોગ્ય છે. એટલે કે, જો તમારો ફોન દિવસમાં બે વાર 20% સુધી પહોંચે છે, તો તમારે તેને બે વાર ચાર્જિંગ પર મૂકવો પડશે, તેનાથી વધુ નહીં.
તમે જોયું હશે કે જ્યારે તમારા ફોનની બેટરી 20% હોય છે, ત્યારે જ ફોન પર ‘Low Battery’નો એલર્ટ આવે છે. મતલબ કે તે પહેલા ફોનને આરામથી ઓપરેટ કરી શકાશે. આ સિવાય તમે 45-75ના નિયમને પણ ફોલો કરી શકો છો.