આપણે ચોક્કસપણે દરરોજ ફેસ વોશનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તે શું કરે છે અથવા શા માટે ચહેરો ધોવો જરૂરી છે તે ફક્ત થોડા જ લોકો જાણે છે. આ ઉપરાંત ઘણા લોકોને એ પણ ખબર નથી હોતી કે તેઓએ દિવસમાં કેટલી વાર ચહેરો ધોવો જોઈએ. કેટલાક લોકો દિવસમાં 4-5 વાર ચહેરો ધોતા હોય છે, જો તમે આટલી વાર ચહેરો ધોશો તો તમને જલ્દી ત્વચાની સમસ્યા થઈ શકે છે. ત્વચાના નિષ્ણાતો પણ કહે છે કે આપણે આપણી ત્વચાના પ્રકાર પ્રમાણે ફેસ વોશનો ઉપયોગ કરવો જોઈએ.એવા બહુ ઓછા લોકો હશે જેઓ તેમની ત્વચાના પ્રકાર વિશે જાણતા હશે. તમને માર્કેટમાં ઘણા પ્રકારના ફેસ વોશ મળી જશે, તેનાથી સંબંધિત ઘણી વસ્તુઓ છે જેને લોકો ઘણીવાર અવગણતા હોય છે.
તમારે દિવસમાં કેટલી વાર ચહેરો ધોવા જોઈએ? ફેસ વૉશ તમને સ્વચ્છતા જાળવવામાં મદદ કરે છે, આ સાથે તે મૃત કોષો, ગંદકી અને ધૂળથી પણ છુટકારો મેળવે છે. કેટલાક લોકો મેકઅપ દૂર કરવા માટે ફેસ વોશનો પણ ઉપયોગ કરે છે. વધુ પડતા ફેસવોશનો ઉપયોગ ત્વચાને ઝડપથી બગાડે છે. તેથી ત્વચાની કોમળતા જાળવવા માટે દિવસમાં માત્ર બે વાર જ ચહેરો ધોવો.સવારે ઉઠ્યા પછી ચહેરો ધોઈ લો અને રાત્રે સૂતા પહેલા ચહેરો સાફ કરો. તેનાથી ચહેરા પર ગંદકી જમા થતી અટકશે. રાત્રે સૂતા પહેલા તમારા ચહેરાને સાફ કરીને, તમે પિમ્પલ્સ અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. હવે પ્રશ્ન એ આવે છે કે ત્વચાના પ્રકાર પ્રમાણે ફેસવોશ કેવી રીતે પસંદ કરવો.આવો અમે તમને તેના વિશે જણાવીએ.
ડ્રાય સ્કિન- જો તમારી ત્વચા ખૂબ જ ડ્રાય હોય તો મોઈશ્ચરાઈઝરથી ભરપૂર ફેસ વોશ લગાવો. આ સિવાય ફેસ વોશ ખરીદતી વખતે તેના ઘટકો પર ચોક્કસ ધ્યાન આપો. શુષ્ક ત્વચાવાળા લોકો માટે ફેસ વોશમાં પેટ્રોલિયમ જેલી, લેનોલિન, મિનરલ ઓઈલ, કોકો બટર, ગ્લિસરીન, શિયા બટર હોવું જોઈએ આ સિવાય તમે જોજોબા ઓઈલ, કોકોનટ ઓઈલ, એલોવેરા, સોયાબીન ઓઈલ અને ઓલિવ ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. શુષ્ક ત્વચાવાળા લોકોએ તેમના ચહેરા પર સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ, તેનાથી તમારી ત્વચામાં બળતરા થઈ શકે છે.
ઓઇલી સ્કિન- ઓઇલી સ્કિન વાળા લોકોને ઘણીવાર ચહેરા પર પિમ્પલ્સની સમસ્યા રહે છે. આ લોકોએ ફોમ આધારિત ફેસ વોશનો ઉપયોગ કરવો જોઈએ. તૈલી ત્વચાવાળા લોકોએ પણ સમયાંતરે ચહેરાને એક્સફોલિયેટ કરતા રહેવું જોઈએ. આ માટે તમારે સેલિસિલિક એસિડ, ગ્લાયકોલિક એસિડ અને લેક્ટિક એસિડ ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. આ બધા સિવાય તમે એલોવેરા જેલ, ટી ટ્રી ઓઈલ અને ગ્રેપ સીડ ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઘટકો તમારી ત્વચામાંથી વધારાના તેલને સંતુલિત કરવામાં મદદ કરશે. જો તમારા ચહેરા પર વધુ ખીલ છે તો માત્ર હુફાળા પાણીથી ચહેરો ધોવો યોગ્ય ગણાશે.ઓઇલી સ્કિનના લોકોએ હંમેશા ચકાસવું કે ચહેરો ઓઇલી લાગવા લાગે તો સાદા પાણીથી ઘોઇ લેવો.
કોમ્બિનેશન સ્કિન- જો તમારી પાસે કોમ્બિનેશન સ્કિન છે, તો તમારે એવા ફેસ વૉશનો ઉપયોગ કરવો જોઈએ કે જે તમારી ત્વચાને ન તો ખૂબ શુષ્ક બનાવે અને ન તો ખૂબ ઓઇલી બનાવે.કોમ્બિનેશન સ્કિન ધરાવતા લોકોના ચહેરાનો ટી ઝોન વિસ્તાર ઘણીવાર ઓઇલી દેખાય છે. જ્યારે બાકીની સ્કિન ડ્રાય રહે છે. આવી સ્કિન ધરાવતા લોકો એ માઇલ્ડ ફેસવોસનો ઉપયોગ કરવો, અને પછી તરત કોઇ મોચ્યુરાઇઝર લગાવવું.