આપણી આંખો ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેથી તેનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આંખની અનેક પ્રકારની સમસ્યાઓ જેવી કે ડાર્ક સર્કલ, આંખોની આસપાસ સોજો, કરચલીઓ થવી સામાન્ય છે. આના ઘણા કારણો હોઈ શકે છે. આમાંનું સૌથી સામાન્ય કારણ કોમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ કરવું અને બિનઆરોગ્યપ્રદ લાઈફસ્ટાઈલને અનુસરવું હોઈ શકે છે. જો તમારી આંખોની નીચે ઘણા બધા ડાર્ક સર્કલ છે તો આ વીડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. ચાલો જાણીએ તેની સારવાર શું છે.
ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે લોકો અનેક રીતો અપનાવે છે. કોઈ મેકઅપ દ્વારા પોતાના ડાર્ક સર્કલ છુપાવે છે તો કોઈ કોસ્મેટિકનો સહારો લે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે કઈ રીતે તમે ડાર્ક સર્કલથી છુટકારો મેળવી શકો છો.
તમે ડાર્ક સર્કલની ઝપેટમાં આવી શકો છો
આજ કાલ સૌ કોઈ ડાર્ક સર્કલથી પરેશાન હોય છે. તો આ પાછળનું કારણ શું છે તે ડો. અનવિરા મિત્તલ પાસેથી જાણીએ. 50 ટકા લોકોને જાણ નથી હોતી કે તેને ડાર્ક સર્કલ છે. ડાર્ક સર્કલ વારસાગત પણ હોય શકે છે. જો તમારા શરીરમાં આર્યનની ઉણપ હોય તે તમે ડાર્ક સર્કલની ઝપેટમાં આવી શકો છો. જો તમને ઉંધ નથી આવતી કે પછી આખી રાત્ર જાગવું કે પછી વધુ સમય સુધી લેપટોપની સામે બેસી રહેવું છે. આપણા શરીરની જો કોઈ સૌથી કોમળ સ્કીન હોય તો તે છે આપણી આંખ. જે લોકોને અમુક એલર્જી હોય છે તેને સામાન્ય રીતે ડાર્ક સર્કલ જોવા મળે છે.
ડાયટમાં દરરોજ એક ફ્રુટ્સનો સમાવેશ કરો
ડાર્ક સર્કલમાં તમારે ક્યાં વિટામિન લેવા જોઈએ. ડાર્ક સર્કલની અસર તમારા ડાયટનું કારણ પણ હોય શકે છે. જો તમારું હેલ્ધી ડાયટ નથી તો તમે આનો શિકાર બની શકો છો. ડાર્ક સર્કલ અન્ય બિમારીનો સંકેત હોય શકે છે. તો આવું કશું હોતું નથી. આ માટે તમારે હેલ્ધી ફુડનું સેવન કરવું જોઈએ. જેમાં તમારે મિનરલ્સ, પ્રોટીન તેમજ કચુંબર ખાવું પણ જરુરી છે. તમારા ડાયટમાં દરરોજ એક ફ્રુટ્સનો સમાવેશ કરો. તમારા ઉંધવાના ટાઈટમ ટેબલને સમય આપો. એટેલે સમયસર ઉંધવાનું રાખો. તેમજ તમે બને તેટલું લેપટોપ કે પછી ફોનનો ઉપયોગ ઓછી માત્રામાં કરો, તમારે દવા ત્યારે લેવી જ્યારે તમને ડોક્ટર લેવાની સલાહ આપે. ડોક્ટરની સલાહ વગર કોઈ પણ દવા કે ક્રિમનો ઉપયોગ કરવો નહિ.