મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓને કપડાં વગર નગ્ન હાલતમાં ખુલ્લેઆમ પરેડ કરાવવા બદલ દેશભરમાં ગુસ્સો વ્યાપી ગયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સંસદમાં વિપક્ષે મણિપુર મુદ્દે વડાપ્રધાનના મૌન પર સવાલ ઉઠાવ્યા હતો.
મણિપુર મુદ્દે સંસદમાં હંગામો
ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ મણિપુર મુદ્દે હંગામો શરૂ કર્યો હતો. જેના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ સાથે જ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
Rajya Sabha adjourned till 2 pm over differences of opinions among MPs regarding Short Duration Discussion and Discussion under Rule 267 in the House, on the Manipur situation. pic.twitter.com/hQTROWmBKj
— ANI (@ANI) July 20, 2023
કોંગ્રેસના સાંસદએ રજૂ કર્યો સ્થગિત પ્રસ્તાવ
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર સંસદમાં ચર્ચા માટે સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી હતી. કોઈ મુદ્દા પર ધ્યાન ખેંચવા અને જાહેર હિતના મુદ્દા પર તાત્કાલિક ચર્ચા કરવા માટે સ્થગિત દરખાસ્ત ખસેડવામાં આવે છે. સ્થગિત પ્રસ્તાવ રજૂ કરવા માટે સંસદના 50 સભ્યોનું સમર્થન જરૂરી છે.
સંસદ સત્ર સુચારુ રીતે ચલાવવા તમામ પક્ષોને સહયોગની કરી અપીલ હતી
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તમામ સાંસદો અને સંસદના બંને ગૃહોને સુચારુ રીતે ચલાવવા માટે સહયોગ કરવા અપીલ કરી હતી. તેમણ કહ્યું કે, અમે આ વખતે સંસદમાં કામના બિલો લાવીશું. જે પ્રજાના હિતોને આધારિત હશે. મારી તમામ પક્ષોને અપીલ છે કે તેઓ અમને આ બિલ પાસ કરવામાં સહયોગ કરે.