અમેરિકાના એટર્ની જનરલ મેહિક ગારબેન્ડે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે જો પ્રમુખ જો બાયડેન તેમને રીપબ્લિકન પક્ષના પ્રમુખ પદ માટેના અગ્રીમ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સામેના કેસમાં જવાબદારી સોંપવામાં આવશે તો તેઓ તુર્ત જ ત્યાગપત્ર આપી દેશે. આ સાથે તેમણે તેમ પણ કહ્યું હતું કે, જો કે મને લાગતું નથી કે મને તે સ્થિતિમાં મુકવામાં આવે.’
સીબીએસના સીકસ્સટી-મિનિટ્સ કાર્યક્રમમાં તેઓએ આ સાથે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ સામાન્ય રીતે કાનુની કાર્યવાહીમાં દખલ કરતા જ નથી. તેમના પુત્ર હંટર સામેના ટેક્ષ ઇવેઝનનો ચાર્જ હોય કે બંદૂક રાખવા સંબંધી ચાર્જ હોય તે બધાથી પ્રમુખ અલિપ્ત જ રહે છે. જસ્ટિસ ડીપાર્ટમેન્ટના પ્રોસીકયુટર્સ હંમેશા પક્ષા-પક્ષી રહિત રહ્યા છે. તેઓ નિર્ણય લેવાની બાબતે પણ પક્ષાપક્ષીથી દૂર રહે છે. પ્રમુખ બાયડેનના પુત્ર હંટર બાયડેને આ સપ્તાહે જ ડેલવરની કોર્ટમાં ઉપસ્થિત રહેવાનું છે.
૨૦૨૦ની પ્રમુખ પદની ચૂંટણી પછી આવેલા પરિણામો બાદ ટ્રમ્પ અને તેમના સમર્થકોએ કમિટોલ (અમેરિકી સંસદગૃહ) ઉપર હુમલો કર્યો હોવાના અને તે માટે ઉશ્કેરણી કરવાનો ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર આરોપ છે. તેમજ કલાસી ફાઇડ ડોક્યુમેટસ પણ લીક કરવાના (પોતાના રાષ્ટ્રપતિ પદ દરમિયાન) ટ્રમ્પ ઉપર આરોપો છે.
જો કે ઘણા તે આરોપોને પાયા વિનાના પણ ગણાવે છે. તે દ્રષ્ટિએ જ અમેરિકાના એટર્ની જનરલ ગાર્બેન્ડે ડોનાલ્ડ ટ્રમ્પ સામેની કાર્યવાહીમાં ઊભા ન રહેવાનું જણાવ્યું હશે તેમ પણ ઘણા કહેે છે.
જો કે યુએસની અને ભારતની ૨૪ની ચૂંટણીનો જાગતિક પ્રભાવ રહેશે તે નિશ્ચિત છે.