માલદીવની રાષ્ટ્રપતિનિ ચૂટણીમાં વિપક્ષના ઉમેદવાર મોહમ્મદ મુઈઝે ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ ને પરાજય આપીને નવા રાષ્ટ્રપતિ બન્યા હતા. હવે તેણે ભારતીય વિરોધી એલાન કરતા કહ્યું છે કે એક એઠવાડિયામાં જ ભારતીય સૈન્યને દેશમાંથી કાઢી મૂકીશ.
માલદીવના નવા રાષ્ટ્રપતિ ચીનની ભાષા બોલવા લાગ્યા
માલદીવના નવા રાષ્ટ્રપતિ બન્યા બાદ મોહમ્મદ મુઈઝે ભારત વિરુદ્ધ ચીનની ભાષા બોલવાનું શરુ કરી દીધું છે. તેમણે કહ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યાના પહેલા જ દિવસે માલદીવમાંથી ભારતીય સેનાને હટાવવાનું કામ કરશે. માલદીવના નવા રાષ્ટ્રપતિ ચીનને ખુલ્લેઆમ સમર્થન આપવા માટે જાણીતા છે. તેમણે ખાનગી ન્યુઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ તેઓ ભારતીય સૈનિકોને માલદીવમાંથી પાછા હટી જવાની વિનંતી કરશે કારણ કે તે તેમની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે.
ભારતને માહિતી આપવામાં આવી હતી
ગયા મહિને મુઈઝે ઇબ્રાહિમ સોલિહને હરાવીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા, સોલિહને ભારત માટે યોગ્ય માનવામાં આવતા હતા. મુઈઝેએ કહ્યું હતું કે હું થોડા દિવસો પહેલા ભારતીય હાઈ કમિશનરને મળ્યો હતો અને આ મીટિંગમાં મેં આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો.
અમે સુરક્ષિત નથી અનુભવતા : મુઈઝે
માલદીવના નવા રાષ્ટ્રપતિ મુઈઝેએ કહ્યું, ‘માલદીવ સદીઓથી શાંતિપ્રિય દેશ છે. આપણી ધરતી પર ક્યારેય કોઈ વિદેશી સેના રહી નથી. આપણા પાસે કોઈ મોટું સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને આપણે આપણી ધરતી પર કોઈપણ સેનાની હાજરીથી સુરક્ષિત અનુભવતા નથી. આ ઉપરાંત જ્યારે મોઈઝુને પૂછવામાં આવ્યું કે શું તેઓ ચીન તરફ ઝુકાવ કરશે? ત્યારે તેના પર તેણે કહ્યું કે તે માલદીવ તરફી નીતિનું પાલન કરશે. આ સિવાય મુઈઝુએ કહ્યું હતું કે અમે કોઈ પણ દેશને ખુશ કરવા તેની તરફેણ કરીશું નહીં. આ ઉપરાંત મુઈઝેએ કહ્યું કે કોઈપણ દેશ જે તેનું સન્માન કરે છે તે આપણો સારો મિત્ર છે.