ICCએ આગામી T20 વર્લ્ડ કપ 2024ની તારીખો સાથે વેન્યૂની પણ જાહેરાત કરી દીધી છે. T20 વર્લ્ડ કપની યજમાની વેસ્ટ ઇન્ડિઝના સાત સ્થળો કરશે જયારે અમેરિકાના ત્રણ સ્થળો સહ યજમાન હશે. ICCએ વેસ્ટ ઇન્ડિઝના એન્ટિગુઆ, બાર્બુડા, બાર્બાડોસ, ડોમિનિકા, ગુયાના, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ, ગ્રેનેડાઈન્સ, ત્રિનિદાદ અને ટોબેગોને યજમાની સોંપી છે. જયારે અમેરિકાના ડલ્લાસ, ફ્લોરિડા અને ન્યુયોર્કમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.
The 10 venues for the ICC Men's #T20WorldCup 2024 😍
Details ➡️ https://t.co/8SF5f7SSwI pic.twitter.com/9kf0cWgpp3
— ICC (@ICC) September 23, 2023
T20 વર્લ્ડ કપ 4થી 30 જૂન સુધી રમાશે
ICC T20 વર્લ્ડ કપ 2024માં કુલ 20 ટીમો ભાગ લેશે. આ મેગા ટુર્નામેન્ટ 4થી 30 જૂન દરમિયાન યોજાશે. આ દરમિયાન ICCના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમે સાત કેરેબિયન સ્થળોની જાહેરાત કરતા આનંદ અનુભવી રહ્યા છીએ જે અત્યાર સુધીના સૌથી મોટા ICC મેન્સ T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. આ તમામ સ્થળો ખેલાડીઓ અને ચાહકોમાં લોકપ્રિય છે. વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત થનારી આ ત્રીજી ICC સિનિયર પુરુષોની ટૂર્નામેન્ટ હશે. આનાથી ક્રિકેટ ચાહકોને એક અનોખી તક મળશે. હું ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ અને સાત યજમાન સરકારોનો તેમના યોગદાન માટે આભાર માનું છું.’
20 ટીમો વચ્ચે 55 મેચ રમાશે
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જોની ગ્રેવે કહ્યું હતું કે, ‘આ એક રોમાંચક ક્ષણ છે કારણ કે અમે ઈતિહાસના સૌથી મોટા ICC મેન્સ T20 વર્લ્ડ કપની યજમાની માટે સ્વીકૃત સ્થળોની જાહેરાત કરી રહ્યા છીએ. જેમાં આવતા વર્ષે જૂનમાં 20 ટીમો વચ્ચે 55 મેચ રમાશે.