જો તમારી પાસે ઘણા ક્રેડિટ કાર્ડ છે અને તેમાંથી તમે અમુક કાર્ડ્સનો ઉપયોગ કરતા નથી તો તમારી આ આદત ક્રેડિત પ્રોફાઈલને ખરાબ કરવાની સાથે નાણાકીય નુકસાન પણ કરાવી શકે છે. દરમિયાન તમારે ક્રેડિટ કાર્ડ એક્ટિવ ન થવાના નુકસાનને સારી રીતે સમજી લેવુ જોઈએ. પોતાના ક્રેડિટ કાર્ડ્સને સારી રીતે મેનેજ કરવુ જોઈએ.
ઈનએક્ટિવિટી ચાર્જ
ઘણી ક્રેડિટ કાર્ડ કંપનીઓ તરફથી ઈનએક્ટિવિટી ચાર્જ લગાવવામાં આવે છે, જ્યારે યૂઝર દ્વારા એક નક્કી સમય કરતા વધુ સમય સુધી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ વાર્ષિક કે જે સમય સુધી તમે ક્રેડિટ કાર્ડ ઉપયોગ કર્યુ છે, તે સમય માટે હોઈ શકે છે.
ક્રેડિટ સ્કોર ઓછો થવો
જો તમે કોઈ ક્રેડિટ કાર્ડનો લાંબા સમયથી ઉપયોગ કરી રહ્યા હોવ અને બંધ કરી દો છો તો તેની તમારા ક્રેડિટ સ્કોર પર ખૂબ અસર પડે છે. તેનાથી તમારો ક્રેડિટ સ્કોર ઓછો થઈ શકે છે.
રિવોર્ડનું નુકસાન
જો તમે ક્રેડિટ કાર્ડને બંધ કરો છો તો તેનાથી તમને રિવોડ્સ પોઈન્ટનું નુકસાન થાય છે. તમારી તરફથી શોપિંગ કરીને મેળવેલા રિવોર્ડ પોઈન્ટ્સ બેકાર થઈ જાય છે. દરમિયાન જ્યારે પણ તમે ક્રેડિટ કાર્ડ બંધ કરો તો રિવોર્ડસ પોઈન્ટનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી લો.
ક્રેડિટ હિસ્ટ્રી પૂર્ણ થવી
ક્રેડિટ કાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના દ્વારા તમારી લેવડ-દેવડની તમામ ક્રેડિટ હિસ્ટ્રી રેકોર્ડ થતી રહે છે. દરમિયાન જો તમે પોતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું બંધ કરી દો છો તો તમારી આ તમામ ક્રેડિટ હિસ્ટ્રી ક્રેડિટ કાર્ડ બંધ થવાની સાથે જ સમાપ્ત થઈ જશે.
ક્રેડિટ કાર્ડની સાથે એક યૂટિલાઈઝેશન લિમિટ આવે છે. જો તમે પોતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું બંધ કરી દો છો તો આ યૂટિલાઈઝેશન લિમિટ પણ ઓછી થઈ જાય છે અને તેનાથી તમારા ક્રેડિટ સ્કોર પર પણ નકારાત્મક અસર પડે છે.