ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે તેના હવામાન ઉપગ્રહ INSAT-3DS ને લોન્ચ કરશે. આ લોન્ચિંગ જીએસએલવી એફ14ને રોકેટ દ્વારા કરાશે. ઈનસેટ-3ડીએસ સેટેલાઈટના લોન્ચિંગનો ઉદ્દેશ્ય હવામાન સંબંધિત અને પ્રાકૃતિક આપત્તિઓની સચોટ જાણકારી મેળવવાનો છે. લોન્ચિંગ આજે સાંજે 05:35 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી કરાશે.
GSLV-F14/INSAT-3DS Mission:
The launch is now scheduled at 17:35 Hrs. IST.
It can be watched LIVE from 17:00 Hrs. IST on
Website https://t.co/osrHMk7MZL
Facebook https://t.co/SAdLCrrAQX
YouTube https://t.co/IvlZd5tVi7
DD National TV Channel@DDNational @moesgoi #INSAT3DS
— ISRO (@isro) February 15, 2024
હવામાનની મળશે સચોટ જાણકારી
જીએસએલવી એફ14 હવામાન સેટેલાઇટ INSAT-3DSને પૃથ્વીની ભૂસ્થૈતિક કક્ષામાં સ્થાપિત કરશે. આ મિશનનું સંપૂર્ણ ફન્ડિંગ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કરાયું છે. આ લોન્ચિંગ અંતરિક્ષ જગતમાં ભારતના વધતા દબદબાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.
મિશનનો શું છે ઉદ્દેશ્ય?
INSAT-3DS સેટેલાઈટ દરિયાની સપાટીનું ઝીણવટપૂર્વક અભ્યાસ કરશે જેનાથી હવામાનની સચોટ જાણકારી મળી શકે અને સાથે જ પ્રાકૃતિક આપત્તિઓ વિશે પણ સચોટ અનુમાન લગાવી શકાય. જ્યારે પ્રાકૃતિક આપત્તિઓની અગાઉથી સચોટ માહિતી મળશે તો તેને રોકવા માટે પણ અસરદાર ઉપાયો કરવામાં મદદ મળશે. ભારતીય હવામાન એજન્સીઓ માટે આ હવામાન સેટેલાઈટ અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
INSAT-3DSનું લોન્ચિંગ જે રોકેટ જીએસએલવી એફ14થી કરાશે તેને નોટી બોય પણ કહેવાય છે. ખરેખર નોટી બોય એટલા માટે કેમ કે જીએસએલવી એફ14નું આ 16મું મિશન હશે અને અગાઉ તેના 40 ટકા મિશન નિષ્ફળ ગયા છે.