રોકડી કરી લેવાની લ્હાયમાં કબરો પણ ખોદી નાખ્યાની ચર્ચા
કપડવંજમાં લાયન્સ ક્લબ સામે આવેલ સુન્ની અલી મસ્જિદના અંદરના ભાગે આવેલ કબ્રસ્તાનમાંથી ૩૨૪૭ ટન માટી ગેરકાયદેસર રીતે ખનન કરવામાં ખાણ ખનીજ વિભાગે જરૂરી દંડ આકારણી અને વિભાગીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાનું ખાણ ખનીજ વિભાગના ધવલ શતપૂતે “સુદર્શન ન્યુઝ” ને જણાવ્યું હતું.
કપડવંજ લાયન્સ ક્લબ સામે આવેલ સુન્ની અલી મસ્જિદનો ભાગ છેક દાણા રોડ સુધી પથરાયેલ છે. આગળના ભાગે મસ્જિદ અને અંદર કબ્રસ્તાન આવેલ છે. છેલ્લા એક અઠવાડિયાથી આ ભાગમાં માટી ખનન કર્યાની ફરિયાદો જાગૃત નાગરિકો દ્વારા કપડવંજ પ્રાંત અધિકારી તથા મામલતદારને કરવામાં આવી હતી. જેના અનુસંધાને ખાણ ખનીજ વિભાગે સ્થળ પર દરોડો પાડી ગેરકાયદે ખનન થતું હોવાનું માલુમ પડતાં કામ અટકાવી તપાસ હાથ ધરી હતી.
અંદરના ભાગે વર્ષોથી ટેકરા અને ટેકરા ઉપર કબરો આવેલ છે. કબ્રસ્તાનનો વહીવટકર્તાઓએ રોડ ટચ આ ટેકરાની માટી ખોદી કાઢી હતી. કબ્રસ્તાનમાં માટી ખોદી વેચી કાઢી રોકડી કરી લેવાની લ્હાયમાં ટેકરા ઉપરની કબરોનો પણ સત્યાનાશ કાઢી નાખવામાં આવ્યો હોવાનું જણાય છે.કારણ કે બચી ગયેલા અડધા ટેકરા ઉપર અત્યારે કબરો અસ્તિત્વમાં છે. ટેકરા ખોદી નખાતા માટીની સાથે કબરો પણ ખોદી નાખી હોવાનું જણાય છે. જેથી આવા તત્વોએ મોતનો પણ મલાજો ન જાળવતાં રોષની લાગણી જોવા મળી રહી છે.
રોડ ટચ ટેકરાઓ દૂર કરી ત્યાં રાતો રાત 6 ફૂટ જેટલો ઊંચો કોટ ચણી લેવામાં આવ્યો છે. સાથે દરવાજા જેટલી જગ્યા રાખવામાં આવી છે.લાયન્સ ક્લબની સામેના રસ્તા પર હિન્દુઓની સોસાયટીઓ શગુન, વસુંધરા પાર્ક, સહજાનંદ સોસાયટી તરફ જતા રસ્તા પર ગેરકાયદેસર રીતે દરવાજો પાડવા માટેની તૈયારીઓ થતા સોસાયટીના રહીશોએ મામલતદારને દરવાજો નહીં પાડવા માટે લેખિતમાં રજૂઆત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. સાથે કેટલાક જાગૃત નાગરિકો રોડ ટચ ટેકરાઓ દૂર કરતા ત્યાં ભવિષ્યમાં દુકાનો પાડી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. કારણકે લાયન્સ ક્લબની સામે આવેલ સુન્ની અલી મસ્જિદની પાસે વર્ષોથી મંજૂરી લીધા સિવાય ગેરકાયદેસર રીતે દુકાનો અને મકાનો બનાવી દીધા છે. જેના પર પણ આજ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
કપડવંજ પંથકમાં હિંદુ,મુસ્લિમ વચ્ચે એકતા અને ભાઈચારા સાથેનું શાંતિપૂર્વકનું વાતાવરણ છે. ત્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી શાંતિ ડહોળતા તત્વો સામે મુસ્લિમ બુદ્ધિજીવીઓ, અગ્રણીઓએ આવા તત્વોને રોકવા માટે આગળ આવવું જોઈએ. તેમ શહેરના શાંતિપ્રિય લોકોનું માનવું છે.
રાતો રાત છ ફૂટ જેટલો ઊંચો કોટ ચણી લીધો
સુન્ની અલી મસ્જિની બહારના દબાણો