ભારતમાં યુએસ એમ્બેસીએ શનિવારે સવારે એક નવી એલર્ટ જારી કરી છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે, આ ચેતવણીની સાથે જ જેઓ અમેરિકા છોડવા ઈચ્છે છે તેમના માટે એક ઓફર પણ આપવામાં આવી છે.
Foreign nationals in the United States residing illegally should leave immediately.
The Department of Homeland Security has announced an historic opportunity for foreign nationals who wish to leave the United States, including those unlawfully present.
Depending on their… pic.twitter.com/9B02wvFC7j
— U.S. Embassy India (@USAndIndia) June 7, 2025
એમ્બેસી દ્વારા જારી કરાયેલી સત્તાવાર નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, ‘અમેરિકામાં ગેરકાયદે રહેતા વિદેશી લોકોએ તરત જ દેશ છોડી દેવો જોઈએ. આ માટે તેમની પરિસ્થિતિઓના આધારે, તેમને યુએસ સરકાર તરફથી નાણાકીય અને અન્ય સહાય મળી શકે છે.’
આ ઓફરનો લાભ લેવા ઈચ્છતા લોકોને ટ્રમ્પ વહીવટીતંત્રની ‘CBP Home App’ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા માટે રી-ડાયરેક્ટ કરવામાં આવ્યા છે.
યુએસ સેક્રેટરી ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ સ્વૈચ્છિક ડિપોર્ટેશન કરનાર માટે તેમની ધરપકડ ન કરતા આ સલામત અને સૌથી વધુ અસરકારક રસ્તો પસંદ કર્યો છે. આથી યુએસ સરકાર સ્વૈચ્છિક ડિપોર્ટેશન માટે CBP Home App ને હાઇલાઇટ કરી રહી છે કારણ કે તે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને સ્વૈચ્છિક રીતે અમેરિકા છોડવા માટે પ્રોત્સાહિત કરે છે. આ માટે પોતાના દેશ પાછા ફરતા લોકોને અમેરિકા CBP Home App દ્વારા નાણાકીય મુસાફરી સહાય અને સ્ટાઇપેન્ડ ઓફર કરી રહ્યું છે.
હોમલેન્ડ સિક્યુરિટીની ઓફિશિયલ વેબસાઇટ પર, સ્વૈચ્છિક ડિપોર્ટેશન કરવા માટે $1000 નો સ્ટાઇપેન્ડ અને જરૂરિયાતમંદ લોકો માટે નાણાકીય અને મુસાફરી દસ્તાવેજ સહાય આપવામાં આવી રહી છે. જો કે $1000 નો સ્ટાઇપેન્ડ CBP Home App દ્વારા પુષ્ટિ થયા પછી જ આપવામાં આવશે. તેમજ મંજૂરી મળતાના 21 દિવસની અંદર જ ડિપોર્ટેશન કરવાનું રહે તેવો અંદાજ છે.
અન્ય પ્રોત્સાહનોમાં આ સિવાય, સ્વ-ખર્ચે પાછા ફરવાવાળા મુસાફરોને રવાના થવા માટે વધારે સમય મળશે. સ્વેચ્છાએ પાછા ફરવાથી ભવિષ્યમાં અમેરિકા આવવાના વિકલ્પો પણ સારા થઈ શકે છે, અને ICE દ્વારા અટકાયત કે દેશનિકાલની શક્યતા પણ ઓછી થઈ જશે.