વાલોડ તાલુકાના ડુમખલ ગામના રહેવાસીઓ દ્વારા ગામમાં ચાલતા ગેરકાયદેસર ઇટના ભઠ્ઠાઓ તથા માટી ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે તલાટીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થતાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હજુ પણ ચાલી રહી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં છેલ્લા આશરે 15 વર્ષથી મંજૂરી વગર આશરે ૧૪ થી ૧૫ ઇંચના ભઠ્ઠા ચલાવવામાં આવી રહ્યા છે, આ ભઠ્ઠાઓ માંથી નીકળતા ધુમાડા ને કારણે આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે અને નાના નાના બાળકોને શ્વાસ લેવામાં પણ સમસ્યા જોવા મળી રહી છે.
માટી ખનન અંગે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પંચાયત કક્ષાએ ઘણા વર્ષોથી યોગ્ય કાર્યવાહી રોમા આવી રહી નથી જેને લઈને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ડુમખલ ગામમાં આવેલ સંકલ્પ પેપર મીલ માંથી પણ હાનિકારક ધુમાડો અને પ્રદૂષિત પાણી બહાર આવે છે જે સીધું જ ખેડૂતોના ખેતરોમાં છોડી દેવામાં આવે છે જેના કારણે પાકને નુકસાન થવાની સ્થિતિ ઊભી થઈ રહી છે.
ગ્રામજનો એ જણાવ્યું કે આ અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેને કારણે આવનારા દિવસમાં આંદોલનનો માર્ગ અપનાવો પડશે.
વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ પગલાં ભરવામાં આવે છે કે નહીં તે અંગે જોવાનું રહ્યું.
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel